<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

કોંગ્રેસ દ્વારા વિધાનસભા 2027ની ચૂંટણીની તૈયારી:ટીમ રાહુલ ભાજપને ફાયદો કરાવતા કોંગ્રેસીઓને ઓળખશે

ટીમ ગુપ્ત રીતે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓની કરમકુંડળી કાઢી રહી છે ટીમના સભ્યો દરેક મીટીંગમાં બેઠા હતા અને તેઓ નોંધણી કરતા હતા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2027માં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને નુકશાન પહોંચાડનારા અને ભાજપને ફાયદો કરાવતા નેતાઓ-કાર્યકરોને ઓળખી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધી અગાઉ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા ત્યારે જ તેમણે અમદાવાદ શહેર કોંગ્રેસના અને પ્રદેશ કક્ષાએ કામગીરી કરતા બે નેતાઓને ઓળખી કાઢ્યા છે. આ ટીમ ગુપ્ત રીતે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓની કરમકુંડળી કાઢી રહી હોવાનું સુત્રોનું કહેવું છે.

રાહુલ ગાંધીએ ભાજપને પડકાર ફેંકયો છે કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેના ગઢ ગુજરાતમાં જ હરાવીશું. આ માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસે તાજેતરમાં બે દિવસીય રાહુલ ગાંધીની મુલાકાત ગોઠવી હતી. આ મુલાકાતમાં તેમણે તાલુકા,જિલ્લા અને પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં એક વાત સામે આવી છે કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ કરતા ભાજપ સાથે વધારે વફાદારી ધરાવતા નેતાઓને કોરણે મુકવાનો સંકેત આપ્યો હતો. આવા સંજોગોમાં તાજેતરમાં ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી આવ્યા ત્યારે તેમની સાથે તેમની ટીમ પણ હતી. આ ટીમના સભ્યો દરેક મીટીંગમાં બેઠા હતા અને તેઓ નોંધણી કરતા હતા.

આ ટીમ મીટીંગ સિવાય પણ કેટલીક બાબતો પ્રત્યે તપાસ કરી હતી. તેમની પાસેથી તેઓ ગુજરાત આવ્યા તે પહેલા જ કેટલાક સંવેદનશીલ માહિતીઓ આવી હતી. આવી માહિતીઓની તેમણે ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન તેમને કેટલાક તથ્ય જણાતા અમદાવાદ શહેર કોંગ્રેસના બે નેતાઓની વર્તણૂંક શંકાસ્પદ હોવાનુ જણાયું છે. જો કે,આ હજુ પ્રાથમિક માહિતી આવી છે. આ બંન્ને નેતાઓ અમદાવાદમાં જ રહેશે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે,પણ તેમની સામે કેવા પ્રકારનાપગલા ભરાશે તે તો ભવિષ્ય કહેશે. બની શકે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિકલ્પ શોધવા માટે અત્યારથી જ કોઇ સૂચના આપવામાં આવે પણ અત્યારે આ હજુ કહેવું વહેલુ યુ છે છે તેમ તેમ કે કોંગ્રેસના સુત્રોનું કહેવું છે.આમછતા આ બંન્ને નેતાઓ પર ર્વાચ મજબુત વોચ રખાય છે.

(1:19 PM IST)