News of Monday, 17th March 2025
દ્વારકામાંથી પ બાંગ્લાદેશી મહિલા ઘુસણખોર ઝડપાઇ
દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડેની આગેવાનીમાં એસઓજી પીઆઇ પીસી સીંગરખીયા અને ટીમનો સપાટો : ગેરકાયદેસર ઘુસણખોરી કરવા માટે એજન્ટને રૂા.રપ હજાર આપ્યા'તાઃ છેલ્લા ૭ થી ૧૦ વર્ષથી : ભારતમાં વસવાટ કરતા હતાઃ છુટક મજુરીથી મળેલા નાણા ઓનલાઇન પશ્ચિમ બંગાળના એજન્ટને મોકલતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૭: દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડે અને એસઓજી ટીમે દ્વારકામાંથી પાંચ બાંગ્લાદેશી મહિલા ઘુસણખોરોને ઝડપી પાડેલ છે.
પી.સી.સીંગરખીયા, પોલીસ ઈન્સપેકટર, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા તેમજ એસ.ઓ.જી. અને મહીલા પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા દ્વારકાના રૂપેણ બંદર સામે આવેલ શ્રી રૂક્ષ્મણી માતાજીના મંદિરની પાછળના રોડ ઉપર કુલ-૦૫ શંકાસ્પદ મહિલાઓ મળી આવેલ જે બાંગ્લાદેશી નાગરીક હોવાની કબુલાત કરેલ, ભારતમાં પ્રવેશવા અંગે પાસપોર્ટ, વિઝા તથા અન્ય ભારતના દસ્તાવેજ રજુ કરવા જણાવતા પોતાની પાસે કોઈ દસ્તાવેજ નહિં હોવાનું જણાવેલ ,તેઓના મોબાઇલ ફોન ચેક કરતા બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટાઓ અને બાંગ્લાદેશી મોબાઇલ નંબરો મળી આવેલ જેથી તમામ મહીલાઓને વધુ પુછપરછ અર્થે તાત્કાલીક ડિટેઇન કરી રીસ્ટ્રીક્શન હેઠળ રાખવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ.
આ મહીલાઓએ બાંગ્લાદેશના વિવીધ એજન્ટની મદદથી બાંગ્લાદેશ અને પヘીમ બંગાળની સરહદની ભૌગોલીક પરીસ્થિતીનો લાભ લઇ બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરેલ જેના માટે રૂ.૨૫૦૦૦/- આસપાસ રકમ આપવામાં આવેલ એજેન્ટ સરહદ પર આવેલ નદી અને દરીયાઇ ખાડીનો ઉપયોગ કરી ભારતમાં ઘુસણખોરી કરાવે છે. જેમાં ખાસ કરીને બાંગ્લાદેશના જેશોરથી ભારતના બાંગા વચ્ચે આવેલ નદીનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદથી અલગ અલગ ભાગમાં વસવાટ કરવામાં આવે છે ભારતમાં રહેલ બાંગ્લાદેશી અને અમુક ચોક્કસ લોકો દ્વારા છુટક મજુરીનુ કામ તેમજ રહેવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
કાયમી વસવાટ કરી શકે તે માટે ભારતના નાગરિક સાથે લગ્ન કરી અન્ય ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું .અમુક મહિલાઓ અંદાજિત છેલ્લા ૭ થી ૧૦ વર્ષથી ભારતમાં વસવાટ કરેલ છે તેવું ધ્યાન પર આવેલ છે.
છુટક મજુરી દ્વારા કમાયેલ રકમ પヘીમ બંગાળના એજન્ટને ઓનલાઇન અથવા બેંક મારફતે મોકલી આપવામાં આવે છે. જે રકમમાંથી એજન્ટ પોતાનુ કમીશન લઇ બાકીની રકમ બાંગ્લાદેશ બોર્ડર મારફતે બાંગ્લાદેશમાં રહેતા તેના પરીવારને મોકલી આપવામાં આવે છે.
ડિટેઇન કરવામાં આવેલ બાંગ્લાદેશી મહીલાઓના નામઃ-
(૧) રૂબી ડો.ઓફ પોનુ ખા સોનુ ખા વા.ઓફ મોનન હસન આલી, મુસ્લીમ ઉ.વ.૩૫
(૨) સાદીયા ઉર્ફે શીતલબેન ડો.ઓફ શુકુર ઈશાકભાઈ સેખ વા.ઓફ મીનેષ રોહિતભાઈ સોની, મુસ્લીમ ઉ.વ.૨૬
(૩) સુમી ઉર્ફે રીયા ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ વા.ઓફ ખોરસદ ગુયે શેખ, મુસ્લીમ ઉ.વ.૩૫
(૪) ખાલીદા ઉર્ફે નઝમાબેબી ડો.ઓફ મહંમદઅલી રજબઅલી વા.ઓફ અબ્દુલા કાદર રાણા, મુસ્લીમ ઉ.વ.૩૩
(૫) રૂબી ડો.ઓફ રોબી કાદરભાઈ શેખ વા.ઓફ રિદય બબલુ બગડીયા, મુસ્લીમ ઉ.વ.૩૫. (૪.૨૯)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
