<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ગુનાખોરી અટકાવવા પોલીસ સખ્‍તાઈથી કામ કરશે

મહાનગરોમાં જે ગુનાઓથી ઘટના બને છે તેમાં ગુજરાત ફાસ્‍ટ ટ્રેક કોર્ટ દ્વારા ન્‍યાય અપાવવામાં સૌથી ઝડપી અને પ્રથમ રાજ્‍ય : હવે ગુનેગારો કલાકોમાં પકડાય છે, ફરી ભવિષ્‍યમાં ગુનો ન કરે તેના માટે કડક પગલા લઇએ છીએઃ હર્ષ સંઘવી

રાજકોટઃ અમદાવાદની ઘટના બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની સરકાર એકશન મોડમાં આવી ગઇ છે.મુખ્‍યમંત્રી શ્રી પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે અત્‍યારે બેઠક મળી રહી છે. જેમાં ડીજીપી વિકાસ સહાય, તમામ આઇજી, પોલીસ કમિશ્નર અને એસ.પી. પણ હાજર રહેનાર છે. દરમિયાન હર્ષ સંઘવીએ એક નિવેદનમાં કહ્યું છે કે વધતી ગુનાખોરી અટકાવવા રાજ્‍યની પોલીસ સખ્‍તાઈથી કામ કરશે. હવે કલાકોમાં ગુનેગારો પકડાય છે. ભવિષ્‍યમાં ગુનો ન કરે તે માટે કડક પગલા લઇએ છીએ.

હર્ષ સંઘવીએ જણાવ્‍યું કે સુરતને બદનામ કરવાનું મિશન કોંગ્રેસ હાથમાં લીધુ છે. સુરતમાં ૧ લાખની વસ્‍તી સામે ૧૩૨ કેસ નોંધાયા છે. જે અન્‍ય રાજ્‍યની સરખામણીમાં ઓછા છે. જેમાં મોટાભાગના કેસો છેતરપીંડી જેવા છે.

મહાનગરોમાં જે ઘટનાઓ ગુનાની બને તેમાં ગુજરાત ફાસ્‍ટ્રેક કોર્ટ મારફત ન્‍યાય અપાવવામાં સૌથી ઝડપી અને પ્રથમ રાજ્‍ય છે. ગુજરાત પોલીસને ડીજીપી દ્વારા ગુંડાઓની યાદી તૈયાર કરવા આદેશો આપવામાં આવ્‍યા છે. આ મામલે આજે સાંજે રિવ્‍યુ બેઠક કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવેલ કે પોલીસ જવાનોનો ગુંડાઓ સાથે સહકાર નિકળશે તો તેને પણ છોડવામાં નહી આવે. પોલીસ અધિકારીઓ  સામે પણ પગલા લેવામાં આવશે. કોઇપણ વિસ્‍તારમાં સતત ગુના ચોક્કસ પ્રકારના ગુનેગારો દ્વારા થતા રહેશે તો સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનની જવાબદારી નક્કી કરવામાં આવશે.(૪૦.૨૬)

(3:52 PM IST)