હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગણપત યુનિવર્સિટીના આંગણે ઉજવાયો‘વિદ્યા શિલ્પી દિવસ'

(કેતન ખત્રી) અમદાવાદઃ ગણપત યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ સ્વ. અનિલભાઈ પટેલના જન્મદિવસને યુનિવર્સિટી દર વર્ષે ‘વિદ્યા શિલ્પી દિવસ' તરીકે ઉજવે છે, જેની તાજેતરમાં ઉજવણી થઈ હતી, જેમાં પૂર્વ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને કમિશનર પોલીસ, સુરત, આઈપીએસ શ્રી અજય કુમાર તોમરનું વિશેષ વ્યાખ્યાન ગોઠવાયું હતું.ગણપત યુનિવર્સિટી દ્વારા યોજાતી પબ્લિક સર્વિસ લીડરશીપ વ્યાખ્યાન શ્રેણીના વધુ એક મણકા સ્વરૂપે યોજાયેલું આ પ્રવચન સેલ્ફ ડિસિપ્લિન ફોર સક્સેસ ઇન લાઈફ વિષયે યોજાયું હતું.વ્યાખ્યાનના પ્રારંભે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ - દાદાએ અજય કુમારનું ગણપત યુનિવર્સિટીનો ખેસ ઓઢાડી સ્વાગત કર્યું હતું.આ અવસરે ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટ જનરલ પ્રોફેસર ડોક્ટર શ્રી મહેન્દ્ર શર્મા, ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર શ્રી ગિરીશભાઈ પટેલ,ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
