News of Monday, 17th March 2025
ગુજરાત ફૂટબોલ એસોશીએશનની કારોબારી મળી

રાજકોટઃ અમદાવાદમાં તાજેતરમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશનની કાર્યકારી સમિતિની બેઠક એલિસબ્રિજ જિમખાના ખાતે આયોજિત કરવામાં આવી હતી આ બેઠકનું અધ્યક્ષસ્થાન એસો.ના પ્રમુખ શ્રી પરિમલભાઇ નથવાણીએ કર્યું હતું જેમાં સચિવ શ્રી મુલરાજસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ શ્રી પ્રદિપસિંહ વાઘેલા, શ્રી જિગ્નેશ પાટીલ, શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા,શ્રી હનીફભાઇ જિનવાલા અને સમિતિના અન્ય સભ્યોએ ભાગ લીધો હતો.
બેઠક દરમિયાન ગુજરાતમાં ફૂટબોલના વિકાસ અને પ્રોત્સાહન પર ખાસ ચર્ચા કરેલ, ગુજરાત ફૂટબોલ એસોશિએશનની આ બેઠકમાં કારોબારીના સભ્યો હાજર રહેલ.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
