News of Monday, 17th March 2025
અમદાવાદ પોલીસ દ્વારા ૧૧૦૦ થી વધુ અસામાજીક તત્વોની યાદી તૈયાર

અમદાવાદ, તા. ૧૭ : શહેરના અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા વષાાલમાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. અમદાવાદની આ ઘટના બાદ રાજ્યના પોલીસ વડા એક્શનમાં આવ્યા હતા અને ૧૦૦ કલાકની અંદર ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. અમદાવાદ પોલીસે શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ૧૧૦૦થી વધુ ગુંડાઓની યાદી તૈયાર કરી લીધી છે. અમદાવાદમાં ગુંડાઓ સામે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે.
રાજ્યના ગળહ વિભાગની સૂચના અને રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ શહેર પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ૧૦૦ કલાકમાં જ રાજ્યના લિસ્ટેડ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં પોલીસ વિભાગે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પહોંચ્યા હતા. શહેરમાં ગુનેગારોના લિસ્ટ બનાવવાની મૌખિક જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે. ૫૦૦ કરતા વધુ શરીર સંબંધી ગુનેગારો અને ૪૦૦ કરતા વધુ પ્રોહીબિશનના લિસ્ટેડ બુટલેગરોના નામની યાદી તૈયાર કરી દેવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. ૧૧૦૦ કરતા વધુ આરોપીઓ વિરૂદ્ધ શહેર પોલીસ કડક હાથે કામગીરી કરશે.
અમદાવાદ પોલીસે શહેરમાં ગુનાહિત પ્રવળતિઓમાં સંડોવાયેલા ૧૧૦૦ લોકોની યાદી બનાવી છે જેમાં ચોરી, લૂંટ, ડ્રગ્સ, ગેંગવોર અથવા અન્ય ગંભીર અપરાધોમાં સામેલ લોકોનો સમાવેશ થાય છે. આ યાદી બનાવવાનું મુખ્ય લક્ષ્ય શહેરમાં ગુનાઓને ઘટાડવું, ગુનેગારો પર નજર રાખવી અને શાંતિ-સુરક્ષા જાળવવાનું છે. અમદાવાદ પોલીસ ગુનેગારો પર નજર રાખી રહી છે અને તેમની ગતિવિધિઓને ટ્રેક કરી રહી છે જેને કારણે ગુનાઓ બનતા અટકાવી શકાય
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
