<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ભરૂચ :મકાનની છત ધરાશાયી થતા કાઉન્સિલર વિસાલનું મોત

વિશાલની પત્નિ અમિતા વસાવાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર વિસાલ વસાવાનું મકાનની છત ધરાશાયી થતાં મોત થયું છે. રાત્રી દરમ્યાન મકાનની છત ધરાશાયી થતા કાઉન્સિલર વિસાલનું મોત થયું છે જ્યારે વિશાલની પત્નિ અમિતા વસાવાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા

પાયોનિયર હાઈસ્કૂલ નજીક જુના મકાનની છત ધરાશાયી થતા આ દુર્ઘટના બની હતી. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. મોડી રાત્રે જ કોર્પોરેટરના મૃત્યુના સમાચાર ફેલાતાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

વિસાલ વસાવાના અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(7:30 PM IST)