News of Monday, 17th March 2025
રાજયમાં ડુંગળીનો ઉંચો ભાવ ખંભાતમાં 600 રૂપિયા સુધી બોલાયો: જાણો 18 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 10,102.05 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 10,102.05 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 385 રૂ. અને નીચો ભાવ 100 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભુજમાં 540 રૂ., પાદરામાં 500 રૂ., અમદાવાદમાં 460 રુ., અંકલેશ્વરમાં 440 રૂ., આણંદમાં 400 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,102.05 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
