<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

નર્મદા જિલ્લાના ૩૮૩ આરોગ્ય કર્મીઓ પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતરતા આરોગ્ય કામગીરી ઠપ

જિલ્લા આરોગ્ય અધિકારી, કલેક્ટર, ડીડીઓને આવેદનપત્ર પાઠવી પોતાની મંગણીઓ સ્વીકારવા માટે માંગ કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ માટે હડતાળ ઉપર ઉતર્યા છે અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપી રજૂઆત કરી છે.

   મળતી માહિતી અનુસાર સમગ્ર ગુજરાતના આરોગ્ય કર્મીઓ સાથે નર્મદા જિલ્લાના કુલ ૩૮૩ આરોગ્ય કર્મીઓ પણ આજથી પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેમા સાથે જ જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢક ને પોતાની માંગણીઓ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આરોગ્ય કર્મી કે જેઓ પોતાની પુરી નિષ્ઠા સાથે રાત દિવસ પોતાની કામગીરી કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની કેટલીક માંગો સ્વીકારવામાં આવતી નથી જેવી કે ઉચ્ચતર રૂ.2800 ગ્રેડ પે આપવા,  ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની અન્ય કેટલીક માંગણી કરવામાં આવી છે. જેને લઇ અગાઉ પણ આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા. અને તેઓને મૌખિકમાં આશ્વસન આપવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી તેમની માંગણીઓ સ્વીકારમાં આવી નથી. જેના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ના આદેશથી આરોગ્ય કર્મીઓ આજથી ફરીવાર અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
  આ મુદ્દે વિવિધ આરોગ્ય કર્મચારી મંડળ ના પ્રમુખ રાજેન્દ્રભાઇ તડવી એ જણાવ્યું કે અગાઉ પણ અમે અમારી પડતર માંગણીઓ માટે તંત્ર ને રજૂઆતો કરી છે છતાં માંગણીઓ નહીં સ્વીકારતા આજરોજ અમે ફરી હડતાળ પર ઉતર્યા છે જેમાં અમે જિલ્લા આરોગ્ય અધિકારી , કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો અમે બે ત્રણ મહિના સુધી પણ હડતાળ ખેંચીશું.
જો આ હડતાળ લાંબી ચાલી તો નર્મદા જિલ્લામાં રસીકરણ, સર્વેલન્સ, મેલેરિયા, ડેન્ગ્યુ સહિત ની લગભગ આરોગ્ય ને લગતી તમામ કામગીરી ઠપ થઈ જશે તો અનેક તકલીફો ઉભી થશે. માટે સરકારે આ કર્મચારીઓ ની માંગણીઓ ને ગંભીરતા થી લઈ હડતાળ સમેટવા આગળ કોઈ વચલો રસ્તો કાઢવો જરૂરી જણાય છે

(11:20 PM IST)