News of Monday, 17th March 2025
રાજપીપળા મોચીવાડમા રહેતી 6 વર્ષીય અલીના અવેશ મેમણે જીવનનો પહેલો રોજો રાખ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: મુસ્લિમ સંપ્રદાયનો વર્ષ ભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે.પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ત્યારે વિશ્વભરના મુસ્લિમ બિરાદરો એક માસ સુધી રોઝા ઉપવાસ કરી ખુદાની બંદગી કરતા હોય છે.
હાલ ચાલી રહેલા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદતમાં ભૂખ્યા તરસ્યા રહી ઉપવાસ રાખી રહ્યા છે. ત્યારે નાના ભૂલકાઓ પણ અલ્લાહની ઈબાદતમાં રોજો રાખી ઉપવાસી બની રહ્યા છે. ઘરના વડીલો ભૂલકાઓને નાનપણથી રમઝાન એટલે શું અને આ માસ દરમ્યાન કરવામાં આવતા ઉપવાસ રોજાનું ધાર્મિક મહત્વ શું એ સમજાવી ઇસ્લામ અને અલ્લાહ પ્રત્યેની ધાર્મિકતા સમજાવવા ભૂલકાઓને પણ રોજા કરાવતા હોય ત્યારે રાજપીપળાના દરબાર રોડ મોચીવાડ મા રહેતી 6 વર્ષીય અલીના અવેશ મેમણે એ તેના જીવન નો પહેલો રોજો રાખી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
