News of Tuesday, 18th March 2025
અમદાવાદમાં કેડિલા કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારી અચાનક બેભાન :વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત
બે મહિલા અને એક પુરુષ એમ ત્રણ કર્મચારીઓને ધોળકાની ખાનગી જીવનદીપ હોસ્પિટલમાં સારવાર હેઠળ: હોસ્પિટલ ખાતે કેડીલા કંપનીના સત્તાધીશો અને લોકોના ટોળાં એકઠાં થયા

અમદાવાદ જિલ્લામાં ધોળકાની કેડીલા કંપનીમાં ફરજ બજાવતા સમયે ત્રણથી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. એક વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થયું જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બે મહિલા અને એક પુરુષ એમ ત્રણ કર્મચારીઓને ધોળકાની ખાનગી જીવનદીપ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે કેડીલા કંપનીના જવાબદાર સત્તાધીશો અને લોકોના ટોળાં એકઠાં થયા હતા. કંપનીના વોશ રૂમમાં અચાનક ત્રણ મહિલા કર્મચારીઓ બેભાન થઇને ઢળી પડી હતી. તેમને જોવા જતાં અન્ય એક પુરુષ કર્મચારી પણ બેભાન થઇને ઢળી પડયો હતો.
જો કે, બેભાન થવાનું કારણ હજુપણ અકબંધ છે. મૃતક મહિલા કર્મચારીના મૃતદેહને પોસ્ટમોરટર્મ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જેમાં પેનલ ડોક્ટર દ્વારા તેમનું પોસ્ટમોટર્મ કરવામાં આવશે તેમજ FSLની પણ મદદ લેવામાં આવશે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
