<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

વહાલી દીકરી યોજનાનો લાભ લેવા જેવોઃ ૧ વર્ષમાં રૂા. ૧૭.પ૭ કરોડ મંજુર

ભણતર માટેની યોજનાની માહિતી આપતા પ્રફુલ પાનશેરિયા

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮: વિધાનસભા ગૃહ ખાતે રાજયમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતની નારીશકિત શિક્ષણ મેળવીને સન્‍માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે ‘‘વ્‍હાલી દીકરી યોજના'' અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબકકે કુલ રૂા. ૧,૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.

વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી શ્રી પાનશેરિયાએ જણાવ્‍યું હતું કે, સુરેન્‍દ્રનગર જિલ્લામાં વ્‍હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ ર૦ર૪ દરમિયાન ૧,પ૯૮ દીકરીઓને કુલ રૂ. ૧૭.પ૭ કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે. વ્‍હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્‍મના એક વર્ષમાં અરજી કરવાની હોય છે. દીકરી ધોરણ-૧માં પ્રવેશ મેળવે ત્‍યારે રૂા. ૪,૦૦૦, ધોરણ-૯માં પ્રવેશ મેળવે ત્‍યારે રૂા. ૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્‍યારે રૂા. ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૦,૦૦૦ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે.

(12:31 PM IST)