તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 18th March 2025
અમરેલી જિલ્લામાં 'સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય' યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૬ લાખની સહાય ચૂકવાઇ : ભીખુસિંહ પરમાર
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો

અમદાવાદ તા.૧૮ : સમાજના છેવાડાના જરૂરિયાત મંદ નાગરિકોને કલ્યાણકારી યોજના થકી સહાય આપવામાં સરકાર સદાય
તત્પર છે. 'સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સહાય' યોજના હેઠળ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં એક વર્ષમાં રૂ. ૧૬ લાખની માતબર રકમની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું હતું.
મંત્રીશ્રી પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અમરેલી જિલ્લાના લીલીયા, બાબરા, બગસરા, ધારી, લાઠી, સાવરકુંડલા, ખાંભા અને જાફરબાદ વગેરે તાલુકાઓમાંથી છેલ્લા એક વર્ષમાં કુલ ૩૨૧ અરજીઓ આવી હતી જેમાંથી ૩૨૦ અરજીઓ મંજૂર કરીને કુલ રૂ.૧૬ લાખની માતબર રકમની સહાય આપવામાં આવી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
