<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ITI પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરીની શાનદાર અવસર :જાણો મહત્વની જાણકારી

GSRTCની વિવિધ પોસ્ટની ભરતીઓ માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની માહિતી

અમદાવાદ :ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ITI પાસ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ અને રાજકોટ વિભાગના વિવિધ કેન્દ્રો માટે એપ્રેન્ટીસ એક્ટ - 1961 હેઠળ ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, વેલ્ડર (ગેસ & ઇલેક્ટ્રિક), ઇલેક્ટ્રીશિયન અને ફીટર ટ્રેડ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

લાયક ઉમેદવારોએ સત્તાવાર સૂચના ધ્યાનપૂર્વક વાંચી, તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી.

GSRTCની વિવિધ પોસ્ટની ભરતીઓ માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની જાણકારી અહીં મેળવો.

GSRTC રાજકોટ ભરતી 2025 - મહત્વની જાણકારી

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ડિવિઝનરાજકોટપોસ્ટએપ્રેન્ટિસજગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથીક્યાં રજીસ્ટ્રેશન કરવુંhttp://apprenticeshipindia.gov.inએપ્લિકેશન મોડઓફલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ5-4-2025અરજી ક્યાં મોકલવીનીચે આપેલા સરનામા પર

GSRTC રાજકોટ ભરતી 2025 - પોસ્ટની વિગતો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટીસ એક્ટ - 1961 હેઠળ નીચે આપેલા ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની છે.

  • ડીઝલ મીકેનીક
  • મોટર મીકેનીક
  • વેલ્ડર (ગેસ & ઇલેક્ટ્રિક)
  • ઇલેક્ટ્રીશિયન
  • ફીટર ટ્રેડ

GSRTC રાજકોટ ભરતી 2025 - શૈક્ષણિક લાયકાત

ટ્રેડશૈક્ષણિક લાયકાતડીઝલ મીકેનીક10મું પાસ + ITI પાસમોટર મીકેનીક10મું પાસ + ITI પાસવેલ્ડર (ગેસ & ઇલેક્ટ્રિક)10મું પાસ + ITI પાસઇલેક્ટ્રીશિયન10મું પાસ + ITI પાસફીટર ટ્રેડ10મું પાસ + ITI પાસCOPA12મું પાસ + ITI પાસ (NCVT/GCVT)

સ્ટાઈપેન્ડ

આ પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોને સંસ્થાના નિર્ધારિત નિયમો મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

આ રીતે કરો અરજી

  • એપ્રેન્ટિસશિપ માટે રજિસ્ટ્રેશન કરવા માટે http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર જાઓ.
  • એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો.
  • Establishment વિભાગમાં GSRTC રાજકોટ શોધો.
  • વ્યક્તિગત, શૈક્ષણિક અને ટ્રેડ સંબંધિત માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
  • ઓનલાઇન અરજી 4 એપ્રિલ 2025 પહેલાં સબમિટ કરો.
  • સબમિટ થયેલી અરજીની પ્રિન્ટઆઉટ કાઢી રાખો.
  • અરજી કરવાનું સરનામું

એપ્રેન્ટિસશીપ માટે http://apprenticeshipindia.gov.in પર ઓનલાઈન અરજી કર્યા બાદ, તેની હાર્ડ કોપી નીચેના સરનામે મોકલવાની રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,
રાજકોટ વિભાગ, વિભાગીય કચેરી,
ગોંડલ રોડ, રાજકોટ - 360004.
(મહેકમ શાખા)

અરજી 5 એપ્રિલ 2025 સુધીમાં જમા કરવી જરૂરી છે. ફોર્મ સવાર 11:00 થી બપોરે 2:00 સુધી, જાહેર રજાઓ સિવાય, મેળવી અને જમા કરાવી શકાશે.

(12:10 PM IST)