News of Tuesday, 18th March 2025
ખોટી જમીન માપણી રદ કરો ‘આપ'ના ધારાસભ્ય ગૃહમાં લખાણવાળુ ટીશર્ટ પહેરીને આવતા હોબાળો
અધ્યક્ષની સૂચના ન માનતા સાર્જન્ટની મદદથી હેમંત આહીરને બહાર ખસેડાયા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર,તા.૧૮: આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્યશ્રી હેમંત આહિર ટીશર્ટ ઉપર લખાણ હોવાથી અધ્યક્ષ દ્વારા ટી શર્ટ બદલીને આવવા જણાવ્યું હતું.
અધ્યક્ષની ટકોર છતા સભ્યશ્રી માનતા ન હતા પરિણામે અધ્યક્ષે આર્જન્ટને સૂચના આપી સભ્યને બહાર કાઢવાના આદેશ કર્યા પરિણામે અર્જન્ટ દ્વારા સભ્યને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.
સભ્યશ્રી જે ટી-શર્ટ પહેરી ઉપર મોટા અક્ષરે ‘‘ખોટી જમીન માપણી'' રદ કરવામાં લેખ લખવામાં આવ્યું હતું.અધ્યક્ષે સૌ સભ્યોને જણાવ્યું હતુ. આવા દેખાવો ગૃહમાં કરી શકાતા નથી. ગૃહ બંધારણ મુજબ ચાલે છે. સૌ સભ્યોએ બંધારણને ન્યાય આપવું જોઇએ
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
