<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

અસામાજિક તત્વો પર તૂટી પડવાના ઓપરેશનનો સુરત થી પ્રારંભ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૮ : અમદાવાદમા અસામાજિક તત્વોએ જાહેરમાં મચાવેલા આંતક પછી ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા ગઈકાલે જ ગૃહ મંત્રીએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરેલ મીટીંગ બાદ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે અને આવા તત્વો સામે તૂટી પડવાના ઓપરેશનનો સુરતથી પ્રારંભ પણ થઈ ચૂક્યો છે જેમાં સુરતના કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટ ગેંગના મુખ્યા રાહુલને ત્યાં તંત્રનું બુલડોઝર ફરી ચૂક્યું છે ઉધના પોલીસે કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે ચાંંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે ઉલ્લેખની છે કે રાહુલ સામે ગુસ્સી ટોક,મારામારી અને હત્યા સહિત 22 ગુના નોંધાયા છે આ ઓપરેશન આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

(12:21 PM IST)