<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

અમદાવાદના ઓઢવ રિંગરોડ પરથી 45 લાખની ચાંદીનો જથ્થો ઝડપાયો :બે આરોપીની ધરપકડ

પીસીબી ટીમે ચોરખાનામાં છુપાવેલી 29.745 ગ્રામ ચાંદીનો જથ્થો ઝડપ્યો : આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભુરૂની ધરપકડ :રાણીપના કરણ અશ્વિન પટેલના ત્યાંથી આરોપીએ ચાંદી લીધી હતી. ચાંદીનો જથ્થો મધ્ય પ્રદેશનાં આશિષ સોનીને આપવાનો હોવાનો ખુલાસો

અમદાવાદ શહેરમાં ઓઢવ રિંગરોડ પરથી લાખો રૂપિયાની ચાંદીનો જથ્થો ઝડપાયો છે. PCBની ટીમે કારમાં ચોરખાનું બનાવી છુપાવેલી ચાંદી ઝડપી પાડી છે. ચોરખાનામાંથી 29 કિલો 740 ગ્રામ ચાંદીનો જથ્થો ઝડપાયો છે, આરોપીઓએ છળકપટ અથવા ચોરી કર્યાની PCBને શંકા થઈ રહી છે. ચાંદીના જથ્થાનું બિલ કે આધાર પુરાવો ન આપતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. PCBએ લાખોની ચાંદી સહિત રૂપિયા 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  

આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભુરૂની ધરપકડ કરી છે. ચાંદીનો જથ્થો અમદાવાદ રાણીપથી જાંબુઆ MP ખાતે લઈ જવાના હતા. રાણીપના કરણ અશ્વિન પટેલના ત્યાંથી આરોપીએ ચાંદી લીધી હતી. ચાંદીનો જથ્થો મધ્ય પ્રદેશનાં આશિષ સોનીને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બે આરોપી સહિત રૂપિયા 49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(12:27 PM IST)