<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

હવે સુરતના અસામાજિક તત્ત્વોના મકાન પર ફર્યું બુલડોઝર : ત્રણ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા

સુરતના ઉધના વિસ્તારમાં 'રાહુલ એપાર્ટમેન્ટ' ગેંગ આરોપીના વિરૂદ્ધ કડક કાર્યવાહી: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ મકાનો પર બુલડોઝર અને હથોડા વડે તોડી પાડવામાં આવ્યા

સુરત :અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં 'રાહુલ એપાર્ટમેન્ટ' ગેંગ આરોપીના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ  મકાનો પર બુલડોઝર અને હથોડા વડે તોડી પાડવામાં આવ્યા હતા.

રતના ઉઘના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવતા રાહુલ દીપડેએ સરકારી આવાસ નજીક ગેરયકાદે રીતે ત્રણ મકાનો બનાવ્યા હતા. જેનો ઉપયોગ અવૈધ પ્રવૃતિઓ માટે કરવામાં આવતો હતો. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાન અભિયાન અંતગર્ત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે. 

100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ‘કાન પકડીને’ બેસી જવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે.

વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી

(1:47 PM IST)