News of Tuesday, 18th March 2025
એસ.બી.આઇ. પેન્શનર્સ એસો.ની વાર્ષિક સાધારણ સભા અને પેન્શનર્સ મીટ શનિવારે અમદાવાદમાં મળશે

રાજકોટ તા. ૧૮ : એસ.બી.આઇ. પેન્શનર્સ એસોસીએશનની પેન્શનર્સ મીટ અને વાર્ષિક સાધારણ સભા આગામી તા. ૨૨ ના શનિવારે સવારે ૧૦ વાગ્યે પં. દીનદયાળ ઉપાધ્યાય હોલ, રાજપથ કલબ પાછળ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજેલ છે. જેમાં રાજયભરમાંથી બે હજારથી વધુ પેન્શરો હાજરી આપશે.
બે તબકકામાં યોજાનાર આ પેન્શનર્સ મીટનો ઉદ્દઘાટન સમારોહ સવારે ૧૦ વાગ્યે યોજાશે. બાદમાં પેન્શનરોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરાશે. મુખ્ય મહેમાન તરીકે બેંકના અમદાવાદ સર્કલના ચીફ જનરલ મેનેજર હેમંત કરોલીયા ઉપસ્થિત રહી કીનોટ સ્પીચ આપશે. અમદાવાદ મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન દેવાંગ દાણી, સ્ટેટ બેંકના ત્રણેય નેટવર્કના જનરલ મેનેજર અતુલ રાઠી, ગોપાલ ઝા, ચંદ્રશેખર વી., અમદાવાદ મોડયુલના ડી.જી.એમ. મીથીલેશકુમાર, સર્કલ ડેવલોપમેન્ટ ઓફીસર વિક્રમ ઝા, એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી કોમરેડ અનીલ ડાવર, એસ.બી.આઇ. ઓફીસર્સ એસો.ના જનરલ સેક્રેટરી કોમરેડ રંજન કરણ, સેવાના જનરલ સેક્રેટરી કોમરેડ પીયુષ વ્યાસ, એસ.બી.અઇા. ઓબીસી વેલફેર એસો.ના કોમરેડ નિરલ વૈશ્નવ સહીતના મહેમાનો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
બીજા તબકકામાં ભોજન બાદ બપોરે ૨.૩૦ વાગ્યે ઓલ ઇન્ડિયા પેન્શનર્સ ફેડરેશનના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટ અને એસો.ના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી, સંગઠનના પ્રેસિડેન્ટ આર. એન. ચોકસીની ઉપસ્થિતીમાં વાર્ષિક સાધારણ સભા મળશે. જેમાં છેલ્લી વાર્ષિક સભા બાદ દિવંગત થયેલ પેન્શનરોને શ્રધ્ધાંજલી અપાશે. બાદમાં હિસાબોનું ઓડીટ અને સંગઠનાત્મક બાબતોની ચર્ચા કરાશે.
આ પેન્શનર્સ મીટમાં એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના નિવૃત્ત થઇ રહેલ જનરલ સેક્રેટરી કોમરેડ અનીલ ડાવર, એસ.બી.આઇ. ઓફીસર્સ એસો.ના નિવૃત્ત થઇ રહેલ પ્રેસિડેન્ટ કોમરેડ નિલેશ રાડીયા, રાજયપાલ દ્વારા સંસ્કાર વિભૂષિત એવોર્ડથી સન્માનીત થયેલ રાજકોટ સંગઠનના કોમરેડ અનુપમ દોશી તેમજ પેન્શનર્સ એસો.ના ૯૦ વર્ષથી ઉપરના સુપર સીનીયર સીટીઝન પેન્સનર્સ વડીલોનું પણ ભાતીગળ પરંપરાગત સન્માન કરાશે.
રાજકોટથી વાર્ષિક સાધારણ સભામાં શરદભાઇ દવે, કે. સી. પંડયા, અનુપમ દોશી, દક્ષિણભાઇ જોષી, શીરીષભાઇ કચ્છી, બીપીનભાઇ સંઘવી, પરષોતમભાઇ મુંગલપરા, જીતુભાઇ ગણાત્રા, પ્રકાશભાઇ શાહ, મહેન્દ્રભાઇ લાખાણી, એસ. ડી. કુંભારાણા, એન. એન. થાનકી સહીત મોડયુલના આગેવાનો ઉપરાંત કચ્છ, પોરબંદર, જામનગર જિલ્લાના ૨૦૦ થી વધુ પેન્શનરો ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સંગઠનના સુકાની કોમરેડ કમાલ કાદરી, આર. એન. ચોકસી, ચિંતક પટેલ, ગુણવંત પટેલ, પી. જી. પારઘી, સુભાષ પટેલ, કાન્તિલાલ પરમાર, રમણભાઇ વાઘેલા, કે. વી. શાહ, રવિ સોલંકી, જગત પટેલ, મુકેશ દવે, અંબરીશ હાથી, મહીલા પ્રતિનિધિઓ દિનાજબેન કલવચવાલા, રેખાબેન નિખાર, લલીતાબેન ઐયર સહીતના ૨૦૦ થી વધુ સ્યંસેવકો જહેમત ઉઠાવી રહ્યાનું શરદભાઇ દવેની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૨)
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
