News of Tuesday, 18th March 2025
ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં ૧.૩૦ લાખથી વધુ મનોદિવ્યાંગોને ૧૩૪ કરોડની સહાય

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૮: વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના બૌધ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે, મનોદિવ્યાંગ નાગરિકોને સહાયરૂપ થવા છેલ્લા ત્રણ વર્ષમાં રાજયના કુલ ૧.૩૦ લાખથી વધુ મનોદિવ્યાંગ નાગરિકોને આશરે રૂા. ૧૩૪ કરોડની સહાય ચુકવવામાં આવી છે.સભ્ય દ્વારા વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં રાજય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે કહયું હતું કે, વધુમાં વધુ બૌધ્ધિક અસમર્થ નાગરિકોને સહાયરૂપ થવા રાજય સરકારે દિવ્યાંગતાની ટકાવારીમાં સમયાંતરે ૮૦ ટકાથી પ૦ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. પાટણ જિલ્લામાં વર્ષ ર૦ર૪ દરમિયાન ૩૪૧ બૌધ્ધિક અસમર્થ નાગરિકોને કુલ રૂા. ર૩.પ૧ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે.(૬.૧પ)
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
