તા. ૧૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 18th March 2025
રેલવેના વિકાસની ગાડી તિવ્ર ઝડપીઃ ગુજરાત માટે ૧૭૧પપ કરોડ ફાળવાયા
સંસદમાં નરહરિ અમીનનું પ્રભાવક પ્રવચન : સરકારને અભિનંદન : નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશના રેલ બજેટમાં ચારગણો વધારો

રાજકોટ, તા., ૧૮ : રાજયસભામાં સંસદસભ્ય શ્રી નરહરિ અમીને રેલવે મંત્રાલયની કામગીરી વિષે ઉદબોધન કરી રેલવેના વિકાસની ગાથા વર્ણવી હતી. તેમણે વડાપ્રધાન, રેલ્વે પ્રધાન, નાણાપ્રધાન વગેરે પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
શ્રી નરહરિ અમીને સંસદમાં જણાવેલ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં રેલવે મંત્રાલયના બજેટમાં ૪ ગણાથી વધુ વધારો થયો છે. વર્ષ ર૦૧૩-૧૪ માં રેલવે બજેટ લગભગ ૬૩ હજાર કરોડ રૂપીયાનું હતું. વર્તમાન સરકારના સમયમાં આ બજેટ વધીને રૂપીયા ર.પપ લાખ કરોડનું થયું છે. પાછલા ૧૦ વર્ષમાં ૩૪ હજાર કિ.મી.ના નવા રેલવે ટ્રેક બન્યા છે. તે જર્મની જેવા સમૃધ્ધ દેશના કુલ રેલવે ટ્રેક કરતા વધુ છે. ભારતમાં નવી રેલલાઇન નાખવા બજેટમાં રૂપીયા ૩ર હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રેલ સિગ્નલ અને ટેલીકોમ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા ૬૮૦૦ કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા છે. છેલ્લા દસકામાં રેલ્વે નેટવર્કમાં ૪પ હજાર કિ.મી.થી વધુ વિધૃતિકરણ થયું છે. ફેબ્રુઆરી ર૦રપની સ્થિતિએ ૧૦૧૮ કી.મી. નવી મેટ્રો લાઇનનું કામ પ્રગતીમાં છે. રેલ્વે સુરક્ષા હેતુથી સલામતી ફંડમાં રૂા.૪પ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હમણા યોજાઇ ગયેલ મહાકુંભ માટે ૧૭૩૩૦ વધારાની ટ્રેનો દોડાવવામાં આવી હતી. આવતા બે-ત્રણ વર્ષમાં દેશમાં પ૦ નવી નમો ભારત રેપીડ ટ્રેન, ર૦૦ નવી વંદે ભારત ટ્રેન અને ૧૦૦ નવી અમૃત ભારત ટ્રેન દોડાવાશે. ગરીબ-મધ્યમ વર્ગ માટે ૧૭પ૦૦ નવા નોનએસી કોચ જોડવામાં આવશે.
શ્રી નરહરિ અમીને કહયું કે, વિતેલા ૧૦ વર્ષમાં સરકારના હકારાત્મક પ્રયાસોના કારણે ગુજરાતના રેલ બજેટમાં માતબર વધારો થયો છે. વર્ષ ર૦૦૯ થી ર૦૧૪ સુધીમાં કોંગ્રેસની સરકારમાં ગુજરાતમાં રેલવે વિકાસ માટે માત્ર પ૮૯ કરોડ રૂપીયા ફાળવવામાં આવેલ છે. આ વખતના બજેટમાં ૧૭૧પપ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ડેનમાર્કના કુલ રેલ નેટવર્કથી વધુ એટલે કે ર૭૩૯ કી.મી.ની નવી રેલવે લાઇન બીછાવવામાં આવી છે. રાજયમાં રેલ વિદ્યુતીકરણમાં રર ગણી વૃધ્ધિ થઇ છે. ગુજરાતના ૯૭ ટકા રેલ માર્ગોનું વિદ્યુતીકરણ થઇ ચુકયા છે. રાજયમાં રેલ વિદ્યુતીકરણમાં રર ગણી વૃધ્ધી થઇ છે. ગુજરાતના ૯૭ ટકા રેલ માર્ગોનું વિદ્યુતિકરણ થઇ ચુકયા છે. રાજયમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦૪૯ રેલ ફલાય ઓવર અને અંડર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનનું ર૩૮૩ કરોડના ખર્ચે અપગ્રેડેશન થઇ રહયું છે. નજીકના દિવસોમાં ગુજરાત દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું સાક્ષી બનશે. ધોળકા તાલુકાના બુટ ભવાની માતાજી મંદીર અને નજીકના ગણેશપુરા ગામમાં ગણેશજીનું મંદીર આવેલું છે. ત્યાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. શ્રધ્ધાળુઓની સુવિધા માટે અરણેજથી તારાપુર ૪પ કી.મી. રેલવે લાઇન નાખવાની જરૂર છે. (૪.૨૬)
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
