તા. ૧૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૨ મંગળવાર
હાય હાય...ઠાકોરજી પહેલીવાર ‘બાલ ભોગ-શયન ભોગ' વિહોણા રહ્યાં : વૃન્દાવન બાંકે બિહારી મંદિરમાં સદીઓ જુની પરંપરા તુટીઃ હલવાઈ(કંદોઈ)ને પગાર ન મળતા ઠાકોરજી માટે ભોગ ન બન્યોઃ લાખો શ્રધ્ધાળુઓ વચ્ચે ઠાકોરજી ભોગ વગર દર્શન માટે બિરાજમાન રહ્યાં : સેવાયત અને શ્રધ્ધાળુઓમાં ભભૂકી ઉઠયો રોષઃ સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર્ડ મેનેજમેન્ટ કમિટીની વ્યવસ્થાઓ પર સવાલો ઉઠયા10:52 AM IST
રૂપિયો ધબાય નમઃ ડોલર સામે ૯૧ને પાર : ઐતિહાસિક ઘટાડોઃ કરન્સી માર્કેટમાં આવી તબાહી કદી જોવા નથી મળી : રૂપિયો ઇન્ટ્રા-ડે તુટી ૯૧.૧૪ સુધી જઇ પાછો ફર્યોઃ આ કરન્સી વર્ષે રૂપિયો ૬.૪૨ ટકા તૂટયો નવી દિલ્હી તા.૧૬: રૂપિયાનો ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. ડોલર સામે રૂપિયો પહેલી વાર ૯૧ ની સપાટીને વટાવી ગયો છે. મંગળવારે રૂપિયો ૬ પૈસા ઘટીને ૯૦.૭૯ પર ખુલ્યો. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં તે ડોલર સામે ૯૧.૧૪ પર પહોંચી ગયો હતો. છેલ્લા ૧૦ ટ્રેડિગ સત્રોમાં ડોલર સામે રૂપિયો ૯૦ થી ઘટીને ૯૧ પર આવી ગયો છે. છેલ્લા પાંચ સત્રોમાં જ ડોલર સામે તે એક ટકા ઘટ્યો છે.3:03 PM IST
IPL ઓકશનઃ ૧૦ ટીમોઃ ૩૬૯ ક્રિકેટર્સઃ ૨૩૭.૫૫ કરોડનું બજેટ : આજે બપોરે ૨:૩૦ બાદ અબુધાબી ખાતે ઓકશનઃ ઓકશન ‘‘મંડીમાં'' ૩૫૦ પ્લેયર્સ ઉતરશે પણ ૭૭ જ વેંચાશેઃ ૪૦ ખેલાડીઓની બેઝ પ્રાઇસ સૌથી વધુ ૨ કરોડ છે તો ૨૨૭ની પ્રાઇઝ ૩૦ લાખ છે : ૩૧ માર્ચ ૨૦૨૬થી શરૂ થશે IPLની ૧૯મી સીઝનઃ અનકેપ્ટડ ખેલાડીઓ પણ થઇ શકે છે ધનવર્ષાઃ ઘરેલુ ક્રિકેટમાંથી બહાર આવશે નવા સ્ટાર્સ10:29 AM IST
અમેરિકાથી મતદાન કરવા માટે કાકા આવ્યા : પુત્રવધૂ એક મતથી સરપંચની ચૂંટણી જીત્યા : તેલંગાણાના નિર્મલ જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો:લોકશાહીમાં દરેક મતના મહત્વને ઉજાગર કર્યો :અમેરિકાથી આવેલા કાકાનો મત નિર્ણાયક સાબિત થયો અને તેણીએ માત્ર એક મતના માર્જિનથી પદ જીત્યું. આ જીત સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની.12:40 AM IST
હાર્ડકોર' ક્રિમિનલ્સ સામેના કેસ રાજ્યો પાસેથી આંચકી લઈને "એનઆઇએ" ને સોંપવા સુપ્રીમ કોર્ટનું સૂચન : એક જ અપરાધી સામે અલગ અલગ રાજ્યોમાં અનેક એફઆઈઆર નોંધાયેલી હોય, જેને કારણે તપાસમાં વિલંબ થાય, અધિકારક્ષેત્રના પ્રશ્નો ઉભા થાય: આ વિલંબનો સીધો લાભ અપરાધીઓને મળે છે, જે સમાજ અને રાષ્ટ્રના હિતમાં નથી11:15 PM IST
ભારતનો સૌથી મોટો પરમાણુ ઉર્જા સુધારો: 'શાંતિ બિલ, ૨૦૨૫' રજૂ! દાયકાઓ જૂના સરકારી એકાધિકારનો અંત, અબજો ડૉલરના રોકાણ માટે ખાનગી ક્ષેત્રને દ્વાર ખુલશે : બિલમાં પરમાણુ ઊર્જા કાયદો, ૧૯૬૨ રદ કરવાની અને ક્ષતિ માટેની નાગરિક જવાબદારીને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મર્યાદિત કરવાની દરખાસ્ત; ટાટા, અદાણી જેવા મોટા સમૂહોને પ્લાન્ટ સ્થાપવાની મળશે મંજૂરી9:01 PM IST
તિરુપ્પરંકુન્દ્રમ 'દીપમ વિવાદ' હાઈકોર્ટમાં ગૂંચવાયો: 'સ્તંભના ૩ અલગ-અલગ સંસ્કરણો!' જૈન માળખું, સર્વે પથ્થર કે દરગાહનો ભાગ? : મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું, ધાર્મિક માળખાની માલિકીનો દાવો ગૂંચવણમાં મુકાયો; કોર્ટમાં હંગામો મચાવનાર વકીલ પર બાર કાઉન્સિલને કાર્યવાહી માટે નિર્દેશ8:38 PM IST
યુક્રેનનો 'ક્રિસમસ યુદ્ધવિરામ' પ્રસ્તાવ: ક્રેમલિનનો કડક જવાબ! "શાંતિ કરાર થશે કે નહીં તેના પર નિર્ભર છે," રશિયાએ ટૂંકા ગાળાના ઉકેલને નકારી કાઢ્યો : મોસ્કોનો સ્પષ્ટ સંકેત: રશિયા યુક્રેનને શ્વાસ લેવાનો સમય આપવા માટે નહીં, પરંતુ 'કાયમી સમાધાન' માટે તૈયાર છે; યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પાવર પ્લાન્ટ્સ પર હુમલાને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવ મૂક્યો હતો8:31 PM IST
ફિલ્મ સેન્સરશિપ વિવાદ: કેરળ સરકારનો કેન્દ્રને પડકાર! 'સંઘ પરિવાર'ના એજન્ડાનો આરોપ લગાવી IFFKમાં મંજૂરી વિના બધી ફિલ્મોનું સ્ક્રીનિંગ શરૂ કરાશે : મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કડક નિર્દેશ આપ્યો: "કેરળ સમાજ સરમુખત્યારશાહી સામે ઝૂકશે નહીં"; પેલેસ્ટાઇન સંઘર્ષ સંબંધિત ફિલ્મોને મંજૂરી ન મળતા રાજકીય ઘમસાણ8:21 PM IST
ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત સાથે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટની અવરજવર ધીમી પડી શકે છે અને મુસાફરોએ એરપોર્ટ નીકળતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવું: ઈન્ડિગો : દિલ્હી એરપોર્ટ પર સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય: ૧૨૬ ફ્લાઈટ રદ થતા હજારો મુસાફરો રઝળી પડ્યા: બપોર પછી એરપોર્ટ પર આવતી ફ્લાઈટનું સંચાલન થાળે પડ્યું, પરંતુ દિલ્હીથી ઉપડતી ફ્લાઈટમાં સરેરાશ ૩૫ મિનિટનો વિલંબ: ગઈકાલે સોમવારે ૨૨૮ ફ્લાઈટ રદ થયા બાદ મંગળવારે પણ વિમાન વ્યવહાર ખોરવાયો: ઈન્ડિગો એરલાઈન્સની ૧૧૦ ફ્લાઈટ કેન્સલ8:19 PM IST
પીએમ મોદીની જોર્ડન મુલાકાત દરમિયાન દિલ્હીમાં હવા ઝેરી: પીએમ જે 'સ્વર્ગ'માં હતા, ત્યાંનો AQI કેટલો હતો? જોર્ડનની હવાની ગુણવત્તા દિલ્હીની તુલનામાં કલ્પના બહારની! : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિદેશ યાત્રા પૂર્ણ, દિલ્હી-NCRમાં પ્રદૂષણનો પારો ૫૦૦ થી ૧૦૦૦ને પાર; જોર્ડનની રાજધાની અમ્માનનો AQI જોઈને લોકો ચોંકી ઉઠ્યા8:17 PM IST
મનરેગાના નામ બદલવા પર સંસદથી રસ્તાઓ સુધી હોબાળો: 'VB-G RAM G' બિલ પર વિપક્ષ આક્રમક; અનુરાગ ઠાકુરે કહ્યું- "કોંગ્રેસ હંમેશા રામજીનો વિરોધ કરે છે" : અખિલેશ-ડિમ્પલ યાદવે બિલને 'નામ બદલવાની સનક' ગણાવ્યું અને રાજ્યો પર નાણાકીય બોજ વધારવા સામે સવાલ ઉઠાવ્યો; સરકારનો દાવો: આ 'વિકસિત ભારત ૨૦૪૭'નું આધુનિક માળખું7:59 PM IST
'મનરેગા' વિરુદ્ધ 'VB-G RAM G' બિલ પર રાષ્ટ્રીય રાજકારણમાં ઘમસાણ: રાહુલ ગાંધીએ કહ્યું- "આ મહાત્મા ગાંધીનું અપમાન અને ગરીબોની આજીવિકા ખતમ કરવાનું કાવતરું છે" : વિપક્ષનો આરોપ: મોદી સરકાર 'મનરેગા'માંથી બાપુનું નામ હટાવીને તમામ સત્તા કેન્દ્રમાં કેન્દ્રિત કરવા માંગે છે; નવો કાયદો રાજ્યો પર નાખશે ૪૦% ખર્ચનો બોજ7:45 PM IST
પ્રેમ માટે સરહદ પાર કરનાર સીમા હૈદર ફરી ગર્ભવતી: 'લપ્પુ સચિન' સાથે છઠ્ઠા બાળકના આગમન પર પડોશીએ કહ્યું: "હૈદરની નફરતમાં ૪, તો લપ્પુના પ્રેમમાં ૧૨ કરશે શું?" : ઉત્તર ભારતીય 'ગોદ ભરાઈ'ની વિધિનો વીડિયો થયો વાયરલ; 'લપ્પુ સા સચિન' કહીને પ્રખ્યાત થયેલી મિથિલેશ ભાટીએ વસ્તી વધારવાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા7:23 PM IST
પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા: કરાચી, બલુચિસ્તાન અને અન્ય વિસ્તારોમાં ૫.૨ની તીવ્રતા: ભૂકંપનું કેન્દ્ર બલુચિસ્તાનના સોનમિયાનીમાં નોંધાયું હતું, જે કરાચીથી લગભગ ૮૭ કિલોમીટર દૂર છે : માત્ર ૧૨ કિલોમીટર જેટલી ઓછી ઊંડાઈને કારણે કરાચીના વિવિધ વિસ્તારોમાં આંચકા જોરદાર અનુભવાયા હતા: ભારત અને મ્યાનમારમાં પણ ભૂકંપની અસર જોવા મળી11:08 AM IST
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, મોમ્બાસા - કેન્યાનો શિલાન્યાસ સમારોહ પરમ ઉલ્લાસભેર યોજાયો..... : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં "ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, મોમ્બાસા - કેન્યાનો શિલાન્યાસ વરિષ્ઠ સંતમંડળ અને હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો.5:44 PM IST
ખાલિસ્તાની સાંસદ અમૃતપાલ સિંહની ધરપકડ પછી પહેલીવાર કોર્ટમાં હાજરી: MLA તરીકે જામીન માગતા કહ્યું – "મારો જેલવાસ ખાદૂર સાહિબનો વિકાસ અટકાવે છે" : NSA હેઠળ આસામની જેલમાં બંધ અમૃતપાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં હાજર થયા; સંસદ સત્રમાં હાજરી આપવા માટે શરતી જામીનની માંગણી કરી.5:43 PM IST
કડકડતી ઠંડીમાં ખીલ્યું 'વેલનું ફૂલ': કુદરતનો ચમત્કાર કે આબોહવા પરિવર્તનનો સંકેત? વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત, હિન્દુ ધર્મમાં 'મહાશુભ' માનવામાં આવે છે! : લખીમપુર ખેરીના ગોલા વિસ્તારમાં ડિસેમ્બરની ઠંડીમાં ખીલેલા તેજસ્વી લાલ વેલના ફૂલો; કૃષિ વૈજ્ઞાનિકોએ સેમ્પલ લીધા, સ્કંદ પુરાણ મુજબ આ છે સમૃદ્ધિનું પ્રતીક5:42 PM IST
નીતિશ કુમારની 'સાત નિશ્ચય યોજના': PM મોદીના 'પેકેજ' સામે PKનું 'બ્રહ્માસ્ત્ર'; જાણો 'સાત નિશ્ચય 3.0' પાછળની રાજકીય ઇનસાઇડ સ્ટોરી! : મંગળવારે નીતિશ કેબિનેટે 'સાત નિશ્ચય 3.0' ને આપી મંજૂરી; પ્રશાંત કિશોર (PK) એ કેવી રીતે આ યોજનાને 2015માં મોદીના ₹1.25 લાખ કરોડના પેકેજ સામે રજૂ કરી, તે રહસ્યનો પર્દાફાશ5:03 PM IST
ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તૈયારઃ સફળતા નવીનતા-સંચાલિત નીતિઓનું પરિણામ! : જોર્ડનને ફાર્મા-ગ્રીન એનર્જી હબ બનાવવાનો પ્રસ્તાવઃ પヘમિ એશિયામાં ભારતનો દબદબો વધશેઃ ભારત-જોર્ડન બિઝનેસ ફોરમમાં ‘જૂના વેપાર માર્ગો'ને પુનર્જીવિત કરવાની અપીલ : અમ્માનમાં પીએમ મોદીએ જોર્ડનના રોકાણકારોને EV, સૌર ઊર્જા અને ફિલ્મ શૂટિંગમાં રૂ.૮% વળતર મેળવવા આમંત્રણ આપ્યું3:46 PM IST
બિહારના CMએ મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચ્યો? : કોંગ્રેસે વીડિયો શેર કરી માગ્યું રાજીનામું : વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ નુસરત પરવીન તરીકે થઈ છે. ફૂટેજમાં, નિતીશ કુમાર નિમણૂક પત્ર આપ્યા પછી અને તેને ઉતારવાની સૂચના આપ્યા પછી તેને તેના માથાના સ્કાર્ફ વિશે પૂછતા અને તેને ઉતારવાની સૂચના આપતા જોવા મળી રહ્યા છે9:49 AM IST
વિકસિત ભારત શિક્ષા બિલ સંસદમાં રજૂઃ બદલાશે આખી એજ્યુકેશન સિસ્ટમ : કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટે સંસદમાં ડેવલપિંગ ઇન્ડિયા એજ્યુકેશન ફાઉન્ડેશન બિલ ૨૦૨૫ રજૂ કર્યું બિલનો હેતુ શિક્ષણના નિયમન, માન્યતા અને વહીવટમાં ફેરફાર લાવવાનો છે : સરકારે બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને મોકલ્યું જ્યાં ચર્ચા પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે9:51 AM IST
મધ્ય પ્રદેશ : ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.૭૦ લાખના ફટાકડાં! : ઇન્દોરમાં ભાજપના ધારાસભ્ય રાકેશ ઉર્ફે ગોલુ શુક્લાના પુત્ર અંજનેશના લગ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર આ લગ્નમાં જોવા મળેલી ભવ્યતા અને શાનપ્રઓપ્રશૌકત એવી હતી કે લોકો જોતા જ રહી ગયા : જોકે, ભવ્યતાની સાથે સાથે હવે આ લગ્ન એક મોટા વિવાદમાં પણ ફસાયા છે3:23 PM IST
દિલ્હી બાદ જામનગરના વનતારામાં મેસ્સીએ કર્યું રાત્રી રોકાણેઃ અનંત અંબાણી દ્વારા અદકેરૂ સ્વાગત : જુઓ વિડિયો : અનંત અંબાણીના વિઝન વનતારા, રિલાયન્સના જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સ લગભગ ૩,૦૦૦ એકરમાં ફેલાયેલું છે અને તેને વિશ્વના સૌથી મોટા પ્રાણી બચાવ અને પુનર્વસન પ્રોજેક્ટ્સમાંનું એક માનવામાં આવે છે3:06 PM IST
ભારત હવે રામ જેવો મર્યાદાનો નહી કૃષ્ણ જેવો વ્યહવાર કરે છે : જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્તઃ જલકથામાં આજે રામ અને શ્યામના જીવનકવનની ઝલક મોસ્કોથી આવેલા મહેમાનોનું બંસરીથી સ્વાગત કરે છે તો દુષ્ટ પાડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે, ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદ જેવા કાળીયા નાગને નાથવા તેની ફેણ પર નૃત્ય કરી તેને કચડવો છેઃ ડો. કુમાર વિશ્વાસ2:29 PM IST
માત્ર 13 દિવસના યુદ્ધમાં નિર્ણાયક જીત અને 93,000 પાકિસ્તાની સૈનિકોની શરણાગતિ :1971ના ઐતિહાસિક વિજયની શૌર્યગાથા : ભારતીય સશસ્ત્ર દળો અને બાંગ્લાદેશી 'મુક્તિ વાહિની' (સ્વતંત્રતા સેનાનીઓ) ના સંયુક્ત સાહસ સામે પાકિસ્તાની સેના લાંબો સમય ટકી શકી નહીં:વિશ્વના નકશા પર 'બાંગ્લાદેશ' નામના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો11:52 AM IST
UNમાં ભારતે પાકિસ્તાનને લબલબાવ્યું: ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર' ગણાવ્યું : રાજદૂત પર્વતાનેનીએ પાકિસ્તાનના આંતરિક રાજકારણ પર પણ આકરા પ્રહારો કર્યાઃ ભારત પાકિસ્તાને ઘડેલા આતંકવાદના દરેક સ્વરૂપનો જડબાતોડ જવાબ આપવા તૈયાર : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ હોવાની ઘોષણા કરીઃ આતંકવાદને સમર્થન ચાલુ રાખવા બદલ સિંધુ જળ સંધિ (IWT) સ્થગિત કરવાના નિર્ણયને સંપૂર્ણ રીતે યોગ્ય ઠેરવ્યો10:54 AM IST
પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા : શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું : મંદિર બપોરે ૧૨ વાગ્યે બંધ થયા પછી તેઓ દેવતાને એક મિનિટ પણ આરામ કરવા દેતા નથી. તે સમય દરમિયાન તેમને સૌથી વધુ હેરાન કરવામાં આવે છે, અને શ્રીમંત લોકો માટે સ્પેશિયલ પૂજા કરવામાં આવે છે, જેના માટે તેઓ ખૂબ ફી લે છે 9:54 AM IST
ભારત-યુએસ વેપાર કરારની ગતિવિધિ: 'ફર્સ્ટ ફ્રેમવર્ક ડીલ' લગભગ તૈયાર : ૫૦% ટેરિફ છતાં નિકાસમાં ૧૦% નો ઉછાળો! : વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે આપી માહિતી; છ રાઉન્ડની વાટાઘાટો બાદ પ્રથમ કરાર અંતિમ તબક્કામાં : ૫૦૦ બિલિયન ડોલરના ના લક્ષ્ય તરફ પ્રથમ પગલું : બાસમતી ચોખા અને પારસ્પરિક ટેરિફ મુખ્ય મુદ્દા9:45 PM IST
"જો ભંડોળ ખતમ થઈ જાય, તો અધિકાર ખતમ'' : મનરેગા યોજનાનું નામ બદલવા પર કોંગ્રેસના પ્રહાર :કહ્યું આ રાજ્યો અને કામદારો બંનેની વિરુદ્ધ : કોંગ્રેસ પાર્ટીએ મનરેગાનું નામ બદલીને "VB-GRAMG" યોજના રાખવાનો વિરોધ કરી તેને ગરીબ વિરોધી ગણાવી:પાર્ટીએ કહ્યું છે કે યોજનામાં ફેરફાર રાજ્યો પર નાણાકીય બોજ વધારશે1:12 AM IST
હિજાબને સ્પર્શ કરવો કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ કહ્યું,- નીતીશકુમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ : ઓવૈસીની પાર્ટી, AIMIM એ કહ્યું, "જો નીતિશકુમારમાં કોઈ નૈતિકતા હોય, તો તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ. જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી આ રીતે વર્તે છે, તો મુસ્લિમ મહિલાઓની ગરિમા અને સુરક્ષાની ખાતરી કોણ આપશે?"1:16 AM IST
અકિલા સોશ્યિલ મીડિયામોંઘા રિચાર્જ અને તગડી કમાણી કરતા કંપની વાળા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મોબાઈલ ટાવરની ગંભીર સમસ્યા છતાં કંપનીઓ ધ્યાન આપતી નથી : નેટવર્ક સરખું નહીં આવતા કોલ કટ થવાની અથવા ચાલુ ફોનમાં અવાજ નહીં આવવાની દરરોજની સમસ્યા :જિલ્લાના અંતરિયાળ ગામો માં તો ટાવર જ નહી આવતા ઇમરજન્સીમાં 108 કે પોલીસના.મદદ માટે મુશ્કેલી, સગર્ભા મહિલા માટે ભારે તકલીફ10:02 PM IST
રાજ્યમાં ફાર્માસિસ્ટ સિવાય દવાનું વેચાણ કરનારને જવું પડશે જેલ! : ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત અનુસાર, નોંધાયેલા ફાર્માસિસ્ટ સિવાય કોઈ પણ વ્યક્તિ એલોપેથિક દવાનું વિતરણ કે વેચાણ કરી શકશે નહીં : કડક નિયમનું જડબેસલાક અમલ થશે આ નિર્ણય બાદ રાજ્યભરમાં દવાની દુકાનો, હોસ્પિટલ સંચાલકો અને ફાર્મસી માલિકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે3:04 PM IST
લગ્નના સમયે ગુમ વરરાજા આપઘાત કરે તે પહેલા અમદાવાદ પોલીસે મુંબઈ પહોચી જીવ બચાવ્યો : લગ્નમંડપમાં બહેનો ગીતો ગાઈ રહી હતી, સર્વત્ર આનંદ ઉલ્હાસ હતો, સહુ આવી ગયા , ઘડીઓ ગણાઈ રહી હતી પણ એકાએક સહુ લગ્નમંડપ છોડી જેનું સામૈયું કરવાનું હતું તેની વિરુદ્ધ ફરિયાદ કરવા દોડયા પોલીસનું નામ સાંભળતા ઘણાના મનો; ચક્ષુ સમક્ષ અલગ ચિત્ર ઉપસે છે, તેવા લોકો પણ અમદાવાદ પોલીસનું આ માનવીય અભિગમવાળું રૂપ નિહાળી આફ્રિન પોકાર્યા વગર રહી નહિ શકે2:23 PM IST
કલોલ હવે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગલુરુ, દિલ્હી રાજસ્થાન, બિહાર સાથે રેલ માર્ગે જોડાયું: નવી ચાર ટ્રેનનું ફાળવાયું સ્ટોપેજ : કલોલ રેલવે સ્ટેશન પર નવી ચાર ટ્રેન ઉભી રહેશે તેમા વલસાડ ઈન્ટરસિટી ટ્રેન કલોલને અમદાવાદ, વડોદરા, સુરત અને વલસાડ સાથે જોડશે.જોધપુર-બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન કલોલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં બબેંગલુરુ સાથે જોડાશે7:58 PM IST
પત્નીના હત્યા કેસમાં સજા પામેલા અને પેરોલ જમ્પ કરી 9 વર્ષથી ફરાર થઇ બીજા લગ્ન કરી હરિયાણામાં રહેતો આરોપી ઝડપાયો : સુરતના સચિન પોલીસે પત્નીના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને હરિયાણાના ગુરુગ્રામથી પકડી પાડ્યો 1:31 PM IST
મોરબી-રાજકોટની સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર બે યુવતિએ રેસકોર્ષમાં ફિનાઇલ ગટગટાવી લીધું : અમને બહુ ત્રાસ આપ્યો છે, તમારા હિસાબે અમે મરી જઇએ છીએ... ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ધમકી અપાતી હોવાને કારણે કંટાળીને પગલુ ભર્યાનું કહ્યું: વિડીયો વાયરલઃ હાલ કોઇ વિરૂધ્ધ ફરિયાદ નથી કરવી તેમ કહેતાં પોલીસે નિવેદન નોંધ્યા2:19 PM IST
પડધરીના નાના વડામાં ગૌશાળામાં બુકાનીધારી ત્રાટક્યાઃ સંચાલક હસુબાપુને ધોકાથી ફટકારી ૨.૮૦ લાખની લૂંટ : રાજકોટથી આવેલા સેવકો અઢી વાગ્યે રવાના થયા પછી ત્રણ વાગ્યે પાંચ લૂંટારા રસોડાની બારીની ગ્રીલ તોડી ઘુસી ગયા : સીસીટીવીનું ડીવીઆર પણ લૂંટી ગયાઃ પેન્ટ-શર્ટ પહેરીને આવેલા લૂંટારૂ ગુજરાતી બોલતા હતાં: ધોકાથી ફટકારી પાંચ-દસ લાખ હોય તે આપી દેવા કહ્યું: પછી બાપુને ગોદડુ ઓઢાડી ત્રણ જણા માથે બેસી ગયા, બીજા બેએ લૂંટ કરીઃ પડધરી પોલીસે તપાસ શરૂ કરી3:27 PM IST
શક્તિ પાર્કના ભાઇઓ શની અને રવિ પર થોરાળા રામનગરમાં છરી તથા ચમચાથી હુમલોઃ ઇંટોના ઘા : મોરબી રોડ શક્તિ સોસાયટીના ફુલ ડેકોરેશનના કારીગર યુવાનના મોટા ભાઇના સસરાને ત્યાં લગ્ન પ્રસંગ આવતો હોઇ બધા બેસવા ગયા હતાં: પાડોશી દંપતિને રવિના સાળાએ ગાળો બોલવાની ના પાડતાં ડખ્ખો રવિને બટકુ ભરી લેવાયું: તેના માતા ગીતાબેનને ઇંટ ફટકારાઇઃ રવિના સસરાના પાડોશી તેમજ અવેશ ઉર્ફ અવલો, અનીશ, શબ્બીર ઉર્ફ બોદુ અને વિપુલ ઉર્ફ રાજા વિરૂધ્ધ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો2:21 PM IST
દબાણ શાખાનો સપાટો શહેરના રાજમાર્ગો પર નડતરરૂપ ૭૭૭ રેકડી-કેબીન સહિતના દબાણો હટાવાયા : મંજુરી વિનાના રાજકીય, સામાજીક સંસ્થાના ર૦૩પ બોર્ડ-બેનરો જપ્તઃ રૂા. ૧.પ૦ લાખનો ચાર્જ વસુલાયો કયોર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ ખુશી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. વિકકી પેથાપરા, કયોર ફિઝિયોથેરાપી ક્લિનિકના ડો. મયંક રાવલ તથા ડૉ. મયુરી રાવલ તબીબી સેવા આપશે4:03 PM IST
માનવ કૌલ લિખિત-નિર્મિત ‘જો ડૂબા સો પાર' માટે રાજકોટનો અભૂતપૂર્વ પ્રતિસાદ : મ્યુઝિકલ નાટક લાઈવ સંગીત અને ગીતો સાથે, ટીમનો દરેક કલાકાર ૩૦ વર્ષથી નાનોઃ યુવાનો દ્વારા રચાયેલું તદ્દન નવા અંદાજનું સંગીત યુવાનોને ડોલાવશે : હેમુ ગઢવી હોલ ખાતે ૨૦મી ડિસેમ્બરે શનિવારે યોજાશે લાઈવ સંગીત અને ગીતો સાથેનું નાટક : નાટકની ટિકીટ મો.૮૪૯૦૦ ૮૨૪૦૭ અને બુકમાય શો પરથી મળશે2:14 PM IST
‘હું મરવા માટે મજબૂર છું' મોત પહેલાં વીડિયો બનાવી ગાંધીધામના વેપારીએ ચાલુ કાર ટ્રક સાથે ભટકાવી જીવ દીધો : ગાંધીધામ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ ચંદનાનીના ભાઈ અને જાણીતા પરિવારના ૫૬ વર્ષીય સિંધી વ્યાપારી નરેશ ચંદનાનીની આત્મહત્યાના બનાવે શોક સાથે સર્જી ચકચાર : મળતક વ્યાપારી નરેશભાઈએ સંજય રાય, કંચન રાય, અશોક ચેલાણી, માણેક ચેલાણી, બંટી ચેલાની, મનીષ ઠક્કર, રમેશ ગઢવીના નામ લઈને મહેરબાની કરી મને અને મારા પરિવારને ન્યાય અપાવજો એવું કહ્યું છે11:44 AM IST
શાળા, કોલેજ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કુશળતા અનુભવોને વિકસાવવા ઇન્ટર્નશીપ કાર્યક્રમ ઉપકારક બનશેઃ ડો .વિરમભાઇ ગોઢાણીયા : પોરબંદરની ગોઢાણીયા બી.સી.એ કોલેજમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ સંદર્ભે ગ્રેજ્યુએશન ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ‘ઇન્ટર્નશિપ' કાર્યક્રમ યોજાયોઃ છાત્રોએ આઇ.ટી. વિષયમાં થિયેરિકલ અભ્યાસ કર્યા બાદ હવે વિવિધ ઔદ્યોગિક એકમોમાં પ્રેક્ટિકલ અભ્યાસ કરશે 12:03 PM IST
ભારે વિરોધ-વંટોળ બાદ ધ્રોલનાં રેલ્વે સ્ટેશન-હરીપર રસ્તાનું કામ શરૂ : ધારાસભ્ય સહિત આગેવાનોએ લીધી રસ્તાના કામની મુલાકાત : ધ્રોલને ટ્રાફિકના જામમાંથી મુક્તિ : ભાજપના નેતાઓના પ્રયાસોથી તંત્રની સકારાત્મક કામગીરી! : ધારાસભ્ય સહિત અગ્રણી આગેવાનોએ સ્થળ પર જઈ કામગીરીની પ્રગતિનું કર્યું નિરીક્ષણ12:30 PM IST
ત્રણ વર્ષથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ઝેલેન્સકીએ લીધો સૌથી મોટો નિર્ણય : જો યુક્રેન અમેરિકાની આગેવાની હેઠળના નાટો ગઠબંધનમાં સામેલ થઈ જશે તો રશિયા પર ખતરો વધી શકે છે. જોકે હવે ઝેલેન્સ્કીએ નાટોમાં જવાની માંગ પરત ખેંચવાની વાત કહી છે:અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા યુક્રેન-રશિયા યુદ્ધનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો6:06 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
સિડનીના બોન્ડી બીચ પર પાકિસ્તાનથી આવેલ આતંકવાદી પિતા-પુત્રએ હનુકાહ ઉત્સવ દરમ્યાન કરી હતી ગોળીબારી : ડિસેમ્બરમાં 14થી 22ની વચ્ચે યહૂદીઓ આ ઉત્સવની ઉજવણી કરે છે: યહૂદીઓ તેમના 'મેનોરાહ'માં રમાયેલાં મીણબત્તી સ્ટેન્ડમાં રોજેરોજ એક એક મીણબત્તી ૮ દિવસ સુધી પ્રકટાવી પ્રભુ 'યહોવાહ'ની આરાધના કરે છે સાથે આનંદ-મંગલ પણ થતાં હોય છે6:06 PM IST
કોવીડ વેક્સિનના કારણોસર યુવાનોમાં ઓચિંતા મૃત્યુ વધ્યા હોવાની આશંકાથી કરવામાં આવ્યો એક સર્વે : અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારુનું સેવન કારણભૂત છે:એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા અભ્યાસને અંતે જાહેર કરાયું છે કે, યુવાનોમાં કોવિડ-19 રસીકરણ અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ વૈજ્ઞાનિક કે આંકડાકીય રીતે નોંધપાત્ર જોડાણ નથી6:07 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
સરફરાઝ ખાન 3 વર્ષ પછી લીગમાં વાપસી : 75 લાખમાં ફ્રેન્ચાઇઝીએ બેઝ પ્રાઈસ પર પોતાની ટીમની સાથે જોડ્યો : સરફરાઝ ખાન હરાજીના પહેલા રાઉન્ડમાં વેચાયો ન હતો. ત્યારબાદ તેનું નામ એક્સિલરેટર રાઉન્ડમાં આવ્યું ત્યારે ફક્ત ચેન્નાઈ સુપર કિંગ્સે જ તેને ખરીદવામાં રસ દાખવ્યો. સરફરાઝ ખાન ત્રણ વર્ષ પછી IPLમાં પરત ફરી રહ્યો10:31 PM IST
"૫૦ ડિગ્રી ગરમીમાં રેતી પર ચાલવાથી પગમાં થઈ ગયા હતા મોટા ફોલ્લા": 'રામાયણ'ના લક્ષ્મણ (સુનીલ લહરી) એ 'કેવટ પ્રસંગ'ના શૂટિંગનો દર્દનાક ખુલાસો કર્યો : સુનીલ લહરીએ જણાવ્યું કે કેવી રીતે રામાનંદ સાગરના કહેવા પર કલાકારોને ગરમ રેતીમાં લાકડાના ચંપલ વિના ચાલવું પડ્યું, અને શૂટિંગ દરમિયાન નર્મદા નદીમાં પાણીની પણ સમસ્યા હતી5:00 PM IST
જુનાગઢના ચિત્રકાર દીપેનભાઈ જોશીનો આજે જન્મ દિવસ 8:51 PM IST















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































































