<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સરકારી પ્રાથમિક-માધ્‍યમિક શાળાઓમાં ૧૩૮૫૨ શિક્ષકોની ભરતી પ્રક્રિયાઃ કુબેરભાઇ ડીંડોર

ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્‍તરનું શિક્ષણ આપવાનો નિર્ધાર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૮: શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ અંગે ચર્ચા કરતાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્‍યું હતું કે, ટેક્રોલોજીના મહત્તમ ઉપયોગથી ગુજરાતની શાળાઓમાં વર્લ્‍ડક્‍લાસ શિક્ષણ આપવું એ જ રાજ્‍ય સરકારનો નિર્ધાર છે. અમારી સરકાર ગુજરાતના ભાવિ નાગરિકો એટલે કે આજનાં વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાયુકત શિક્ષણ આપવા કટિબદ્ધ છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણના મહત્‍વને સમજીને આ અંદાજપત્રમાં આ વર્ષે શિક્ષણ વિભાગને રૂ. ૫૯,૯૯૯ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

મંત્રીશ્રી કુબેરભાઈએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે બે દાયકા પહેલા શરૂ કરેલ શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી યોજનાઓ હવે લોક અભિયાન બની ચૂકી છે. તેમના જ કંડારેલ પથ પર આગળ વધીને રાજ્‍ય સરકાર શિક્ષણ ક્ષેત્રને વધુ ગુણવત્તામય અને આધુનિક બનાવવા પ્રતિબદ્ધ છે.

પ્રાથમિક શિક્ષણની સિદ્ધિઓ વિશે જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં કુલ ૫,૨૮,૩૬૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપાયો છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો-૧ થી ૫ માં ૫,૦૦૦ અને ધો-૬ થી ૮ માં ૭,૦૦૦ તથા ૧૮૫૨ અન્‍ય માધ્‍યમ માટે મળી કુલ ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતીની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. સરકારી અને અનુદાનિત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં અંદાજીત ૯,૦૦૦ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

મિશન સ્‍કૂલ્‍સ ઓફ એકસેલન્‍સ અંતર્ગત કુલ ૨૪,૪૫૧ શાળાઓમાં કુલ ૧,૦૬,૮૦૪ જ્ઞાનકુંજ સ્‍માર્ટ ક્‍લાસ વિક્‍સાવવામાં આવ્‍યા છે. ગુજરાત સરકાર દ્વારા પીએમશ્રી (GoG) શાળા યોજના શરૂ કરવા રૂ. ૧૦૬.૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે. ગુજરાતની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઓલિમ્‍પિક માટે તૈયાર કરવા માટે આંતરરાષ્‍ટ્રીય ઓલિમ્‍પિક કમિટી સાથે રહી તૈયારી કરાવવા માટે રૂ. ૫.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

આગામી વર્ષના આયોજન વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્‍યની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૭૮૧.૬૦ કરોડની જોગવાઇ, નમો લક્ષ્મી યોજના માટે રૂ. ૧,૨૫૦ કરોડની જોગવાઇ, રાજયના અભ્‍યાસ અર્થે એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને એસ.ટી.બસ. પાસ ફી કન્‍સેશન માટે રૂ.૨૨૩.૦૦ કરોડની જોગવાઇ, નમો સરસ્‍વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨.૫૦ લાખ વિદ્યાર્થીઓને સહાય માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૧૦,૪૪૫ શિક્ષકોને જિલ્લા આંતરિક બદલી કેમ્‍પમાં ઓનલાઇન પધ્‍ધતિથી સંપૂર્ણ પારદર્શીતાથી બદલી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લા ફેરબદલી કેમ્‍પમાં ઓફલાઇન અને ઓનલાઇન પધ્‍ધતિથી કુલ ૯,૧૬૮ શિક્ષકોને વતનનો લાભ આપાયો છે.

મંત્રીશ્રી કુબેરભાઈએ કહ્યું હતું કે, રાજ્‍યમાં નવીનતા અને સ્‍ટાર્ટઅપ્‍સને ઓળખ અને પ્રોત્‍સાહન આપવા માટે “ગુજરાત સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ અને ઈનોવેશન હબ (i-Hub)”ની સ્‍થાપના કરાઈ છે. i-Hub હેઠળ ૧૧૨ સ્‍ટાર્ટઅપ્‍સના ૩૯૪ સભ્‍યો દ્વારા કો-ર્વકિંગ સ્‍પેસનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. i-Hub દ્વારા ૫૩૬ સ્‍ટાર્ટઅપ્‍સને ઇન્‍કયુબેટ કરવાના સાથે રૂ.૧૩.૦૦ કરોડની સ્‍ટાર્ટઅપ સળજન સીડ ગ્રાન્‍ટ ફાળવવામાં આવી હતી.શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ ની રૂ. ૫૯,૯૯૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગળહમાં મંજૂર કરાઈ હતી.  (૩.૧૧)

(2:26 PM IST)