News of Tuesday, 18th March 2025
ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત : જ્યાં સુધી તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રાખશે
સત્યાગ્રહ છાવણીમાં પોલીસે દેખાવ કરી રહેલા પીટી શિક્ષકના ઉમેદવારોએ સરકાર સામે સતત બીજા દિવસે દેખાવા કર્યા હોવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી

અમદાવાદ તા.૧૮ :ગાંધીનગરમાં ઉમેદવારોએ બીજા દિવસે દેખાવો કર્યા હતા. ત્યારે આ તમામ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.
ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા. જેમાં તેઓ કાયમી ભરતીની કરવાની માંગ સાથે એકઠા થયા અને કરાર આધારિત ભરતીનો તેમણે વિરોધ કર્યો હતો. શિક્ષકોએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રાખશે.
ઉલ્લેખનિય છે કે આજે શિક્ષકોના દેખાડાનો બીજો દિવસ છે. ત્યારે સત્યાગ્રહ છાવણીમાં પોલીસે દેખાવ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરી હતી. આજે ગાંધીનગરમાં પીટી શિક્ષકના ઉમેદવારોએ સરકાર સામે દેખાવો કર્યા હતા. જેમાં સતત બીજા દિવસે ઉમેદવારોએ દેખાવા કર્યા હોવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી.
સત્યાગ્રહ છાવણી કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ભારે દેખાવો કર્યા હતા. જોકે આજે ગઇ કાલની જેમ ઉમેદવારોને પોલીસ ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા ઉમેદવારમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડ દરમિયાન ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
