<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લાના એમ.એસ.એમ.ઈ. એકમોને વ્યાજ સહાય પેટે રૂ. ૯.૮૧ કરોડ કરતા વધુની રકમ ચૂકવાઈ : બલવંતસિંહ રાજપુત

વિધાનસભામાં ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ જામનગર જિલ્લાના એમ.એસ.એમ.ઈ. એકમોને વ્યાજ સહાય વિશે વિગતો આપતા ઉદ્યોગ મંત્રી

અમદાવાદ તા.૧૮ :
વિધાનસભામાં ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ જામનગર જિલ્લાના એમ.એસ.એમ.ઈ. એકમોને વ્યાજ સહાય વિશે વિગતો આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં જામનગરમાં વ્યાજ સહાયની કુલ ૪૦૧ અરજીઓને મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત સરકાર દ્વારા રૂ. ૯,૮૧,૮૩,૦૦૦ જેટલું ચુકવણું કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ મંત્રીશ્રીએ આ યોજના વિશે જણાવતા કહ્યું કે ઔધોગિક નીતિ-૨૦૨૦ હેઠળ વ્યાજ સહાય માટે એવા એમ.એસ.એમ.ઈ. એકમો જેમણે બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી ટર્મલોન મેળવેલ હોય તેવા એમ.એસ.એમ.ઈ. એક્ટ-૨૦૦૬ મુજબ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગની વ્યાખ્યામાં આવતા તમામ એકમોને આ યોજના હેઠળ સહાય મળે છે. આ યોજનાનો નવા, હયાત અને વિસ્તૃતિકરણ એકમોને લાભ મળે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

 

(2:56 PM IST)