<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

મંત્રીઓ, ધારાસભ્‍યો વગેરે સાથે તંત્ર પ્રોટોકોલ ન જાળવે તો પગલા

વિદ્યાનસભામાં શૈલેષ પરમારે પ્રશ્‍ન ઉઠાવતા સરકારની ખાતરી

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા.૧૮: આજે બપોર બાદ વિધાનસભા ગ્રહની બેઠક મળી ત્‍યારે કોંગ્રેસના શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં મંત્રી શ્રી એ જણાવેલ કે તા. ૩૧/૧૨/૨૪ ની સ્‍થિતિએ મંત્રીશ્રીઓ, ધારાસભ્‍યો, પૂર્વ સંસદ સભ્‍ય અને પૂર્વ ધારાસભ્‍યોનો પ્રોટોકોલ જળવાય તે માટેની સરકારની સ્‍થાયીના અમલ માટે કયાંક ક્ષતિ રહેલી હોય ત્‍યા પૂરતી કાળજી લેવામાં આવશે.

આમ છતા પ્રોટોકોલના જળવાતો હોવા અંગ્રેજી જે ફરિયાદો છેલ્લા વર્ષમાં સરકારને મળી હશે તેમાં જરૂરી તથ્‍યતા જણાવ્‍યુ હશે ત્‍યાં તપાસ કરી યોગ્‍ય જરૂરી સૂચનાઓ આપવામાં આવશે ફરી આવી ક્ષતિઓ સ્‍નેહરી તેની કાળજી રાખવામાં આવશે.

 આ ઉપરાંત ભવિષ્‍યમાંઆવી ક્ષતિઓ જણાશે અને સભ્‍યો દ્વારા ફરિયાદ મળશે તો પુરતુ ધ્‍યાન આપવામાં આવશે.(૩.૨૨)

(3:55 PM IST)