News of Tuesday, 18th March 2025
શામળાજી હાઈવે પર ભયાનક અકસ્માતમાં ૩ વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત, જાણો શું છે સમગ્ર મામલો
બાઈકને અજાણ્યા વાહને હડફેટે લીધેલ

અમદાવાદ, તા.૧૮: ગુજરાત શામળાજી હાઈવે પર હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અજાણ્યા વાહનને બાઈકને ટક્કર મારી હતી. બાઈકસવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ જિલ્લા LCB, સ્થાનિક તથા અન્ય પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણેય વ્યક્તિઓના મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. લોકોએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે સર્વિસ રોડ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે વારંવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
