<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

અમદાવાદની ફોરેન પોસ્‍ટ ઓફિસમાં બિનવારસી ૫૦૦થી વધુ પાર્સલોનો નિકાલઃ ડ્રગ્‍સ, સેક્‍સ ટોપઝ મળી આવ્‍યા

 

અમદાવાદ, તા.૧૮: અમદાવાદના કસ્‍ટમ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે કસ્‍ટમ વિભાગ દ્વારા અનક્‍લેમ પાર્સલોનો છેલ્લા કેટલાક સમયથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે પાર્સલો અધૂરા સરનામાવાળા છે અથવા તો કોઈ લેવા માટે આવ્‍યું નથી, એવાં પાર્સલો ઉપરાંત શંકાસ્‍પદ પાર્સલની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવ્‍યું છે કે અંદાજે ૫૦૦ જેટલા પાર્સલ એવા છે કે કોઈ લેવા માટે આવ્‍યું નથી અને પાર્સલની ઉપર મોકલનારા સરનામાં કે નામ પણ નથી. આ તમામ પાર્સલ ખોલીને તપાસ કરવામાં આવી રહી છે, અને તેમાંથી સેક્‍સ ટોય્‍ઝ, ડ્રગ્‍સ, પોનોગ્રાફિક મટીરીયલ નિકળી રહ્યા છે.

કસ્‍ટમ વિભાગ સેક્‍સ ટોયઝ કે પોર્નોગ્રાફિક મટીરીયલ ધરાવતાં પાર્સલોના કિસ્‍સામાં કેસ નોંધી રહ્યું છે. પણ ડ્રગ્‍સના કેસોમાં વધારે ગંભીરતાથી હાથ ધરી રહ્યું છે. કસ્‍ટમ વિભાગે ક્‍લેઈમ કર્યા વિનાનાં આ પ્રકારના અનેક સંખ્‍યાબંધ પાર્સલોનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરી છે.

(4:43 PM IST)