News of Tuesday, 18th March 2025
વડોદરા :વાઘોડિયામાં ૪ વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલામાં ૧નું મોતઃ ૩ ગંભીર

વડોદરાઃ વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ પાસે એક દરગાહ પાસે બુટ, ચંપલ પહેરીને આવવા મુદ્દે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસે બે સગીર સહિત સાતની અટકાયત કરી પાંચ શખ્સોના રિમાન્ડ મેળવ્યા હતાં. ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો થયો હતો. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણની સ્થિતિ હજુ ગંભીર છે.
પ્રાપ્ત માહિતી મુજબ લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કાર્ડિયોલોજી અને બીસીએમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઇલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઇન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ - ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલી એક દરગાહ નજીક જતાં, ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો ? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
