<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

મેમનગર ગુરુકુલ દ્વારા નીકળેલ વડતાલ પદયાત્રામાં 15 સંતો અને 800 હરિ ભકતો જોડાયા

પદયાત્રીઓનુંવડતાલમંદિર દ્વારા ભવ્ય સ્વાગત

અમદાવાદ : આપણા શાસ્ત્રોમાં પદયાત્રાનું ખૂબજ મહત્વ છે.ભગવાનશ્રી સ્વામિનારાયણ નાની ઉમરમાં અયોદધ્યાથી નીકળી સમગ્ર હિમાલય અને ભારતની પદયાત્રા કરેલ.તેઅનુંસંધાને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી મેમનગર ગુરુકુલથી તા.15 -3  શનિવારના રોજ વહેલી સવારે 4 કલાકે 15 સંતો સહિત 800 ઉપરાંત હરિભકતો વડતાલ ધામ 

જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હસ્તે પોતાનુ સ્વરુપ હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલ છે તે વડતાલ ધામની પદયાત્રાએ રવાના થઇ વડતાલ સુખરુપ પહોચી ગયા છે.રસ્તામાં આવતા તીર્થો જેતલપુર, ડભાણ દર્શન કરી,હરિયાળા ગુરુકુલ રાત રોકાઇ રવિવારના રોજ સાંજે 6 કલાકે વડતાલ પહોંચતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી,પ્રુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી મંદિરના મુખ્ય કોઠારી  દેવપ્રસાદદાસજી સ્વામી,કોઠારી ડો.,સંતવલ્લભદાસજી સ્વામી વગેરે સંતોએ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગતકર્યુ હતુ.ત્યારબાદા મંદિરના ભવ્ય સભામંડપમાં સ્વાગત સભાનું આયોજન કરવામાંઆવ્યું હતું.જેમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ અને કોઠારી દેવપ્રસાદદાસજી સ્વામીએ દરેક પદયાત્રીઓને હાર વહેરાવી આશીર્વાદ આપ્યા હતા.અંતે વડતાલ પીઠાધિપતિ પ,પૂ.ધ.ધુ.1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજે ફોનથી દરેક પદયાત્રીઓનેશુભ આશીર્વાદ  આપ્યાહતા.

 

(5:45 PM IST)