તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 18th March 2025
રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1585 રૂપિયા સુધી બોલાયો:જાણો 40 યાર્ડના ભાવ : જૂઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 2,318.35 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 2,318.35 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1585 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1325 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય કડીમાં 1536 રુ., બોટાદમાં 1530 રૂ., રાજપીપળામાં 1524 રૂ., ઉનાવામાં 1519 રૂ., જસદણમાં 1505 રૂ., ગોંડલમાં 1491 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,318.35 ટન કપાસની આવક થઇ છે.


(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
