<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 5680 રૂપિયા બોલાયો : જાણો 26 યાર્ડના ભાવ : જૂઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,728.46 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,728.46 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5680 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3300 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત વાવમાં 4293 રૂ., વિરમગામમાં 4201 રૂ., બોટાદમાં 4200 રૂ., થરામાં 4150 રૂ., ગોંડલમાં 4111 રૂ., હળવદમાં 4076 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 2,728.46 ટન આવક થઇ છે.

(7:28 PM IST)