<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

રાજયમાં ડુંગળીનો ઉંચો ભાવ ખંભાતમાં 700 રૂપિયા સુધી બોલાયો :જાણો 18 યાર્ડના ભાવ : જૂઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 8,303.70 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 8,303.70 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 350 રૂ. અને નીચો ભાવ 110 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભુજમાં 540 રૂ., પાદરામાં 500 રૂ., અમદાવાદમાં 440 રૂ., બીલીમોરામાં 420 રૂ., નડિયાદમાં 400 રૂ, ગોંડલમાં 326 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,303.70 ટન ડુંગળીની આવક થઇ છે.

(7:30 PM IST)