News of Tuesday, 18th March 2025
રાતથી અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચનું કોમ્બિંગ : શહેરના પૂર્વમાં ટીમોનું પીઆઇ કરશે નેતૃત્વ
છેલ્લા બે દિવસમાં 150થી વધુ લોકોની અટકાયત બાદ આકરી પૂછપરછ

અમદાવાદમાં 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લીસ્ટ તૈયાર થઇ જ્ઞાન અહેવાલ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા 1170 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુજસીટોક હેઠળ ગુના નોંધાઈ શકે છે
દરમિયાન શહેરમાં અસામાજીક તત્વોના વધતા ત્રાસને પગલે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સામાજિક તત્વોને ડામવા અને તમામને રાઉન્ડ અપ કરવા કવાયત હાથ ધરાઈ છે, આ દરમિયાન આજે રાત્રે વાગ્યાથી અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ કોમ્બિંગ હાથ ધરશે તેવું જાણવા મળે છે
અમદાવાદ પૂર્વમાં પોલીસ ટીમોનું પીઆઇ નેતૃત્વ કરશે તેવું પણ જાણવા મળી રહયું છે, અત્રે ઉલ્લેખનીયસી હહે કે છેલ્લા 2 દિવસમાં અમદાવાદ પોલીસે 150થી વધુ લોકોની અટકાયત કરી છે
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
