News of Tuesday, 18th March 2025
ખેડાના માતરના ત્રાજ ગામે હિટ એન્ડ રનની ઘટના: બાઈક ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત
છેલ્લા 8 દિવસમાં ફોરવ્હીલર રીતસરના યમદૂત બન્યા:છ ઘટનાઓમાં 8 લોકોએ ગુમાવ્યો જીવ : રાજકોટ, ખેડા, અરવલ્લી, જેતપુર, પંચમહાલ સહિતના શહેરોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ બની

રાજ્યમાં ઓવરસ્પીડ કારચલાવતાં લોકો સાક્ષાત યમદૂત સમાન છે. કારણકે, આવા લોકો ઓવરસ્પીડ વાહન ચલાવી લોકોના જીવ લે છે. ઓવરસ્પીડના લીધે થયેલા અકસ્માતોની મોટાભાગની ઘટનાઓમાં લોકોના મોત થયાના કિસ્સા છે. છેલ્લા 8 દિવસમાં ફોરવ્હીલર રીતસરના યમદૂત બન્યા હોય તેમ બનાવ બન્યા છે. રાજકોટ, ખેડા, અરવલ્લી, જેતપુર, પંચમહાલ સહિતના શહેરોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ બની છે.
ખેડાના માતરના ત્રાજ ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે. બાઈક ચાલકે સાઈકલ ચાલકને અડફેટે લેતા સૂર્યકાંત પટેલનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત બાદ ચાલક બાઈક મૂકીને ફરાર થયો છે. પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
અરવલ્લી વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. શામળાજી-રાજસ્થાન બોર્ડર પર આવેલા અણસોલ ગામના મનોજ ભાઈ, ઓડ ગામના દિલીપ ભાઈ અને હીનાબેન રાત્રી દરમિયાન નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા હતા. તે સમયે રોંગ સાઈડમાંથી આવેલા ફૂલ ઝડપી ડંમ્પરે ત્રણેય વ્યક્તિઓને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેમના મૃત્યુ થતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. ગામલોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈ 3 કલાક સુધી નેશનલ હાઈવે બંધ રાખી રાત્રી દરમિયાન વિરોધ કર્યો હતો. શામળાજી પોલિસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી ફરાર ડંમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
રાજકોટના મવડી વિસ્તારમાં. જ્યાં બેફામ બનેલા કાર ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે કાર ચાલક અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી છે. કારમાં સવાર અન્ય લોકો કોણ હતા અને કારની સ્પીડ કેટલી હતી તે દીશામાં તપાસ શરૂ કરાઈ છે. માલવિયા નગર પોલીસે કારચાલક ઋત્વિક પટોડીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપી કારચાલક નશાની હાલતમાં ન હોવાનું DCPએ કહ્યું હતું. મવડી વિસ્તારમાં અકસ્માતમાં પ્રફૂલભાઈ ઉનડકટનું મોત થયું હતું. અકસ્માત પછી પોલીસે ફરાર કારચાલકની ધરપકડ કરી હતી
રાજકોટના ઉપલેટામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ઉપલેટાના ધોરાજી બાયપાસ નજીક બેફામ કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. બાઈક સવાર દંપતી અને દીકરીને ટક્કર મારીને કાર ચાલક ફરાર થયો હતો. પૂરઝડપે દોડતી કારે કરેલા અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. રાજકોટ પાર્સિંગની GJ03 DG 6494 નંબરની કારે અકસ્માત કર્યો હતો.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કારચાલકને કારણે થયેલા અકસ્માતને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ વડોદરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. કેટલાક વિદ્યાર્થીઓ મુજબ બેફામ કારચાલકોમાં પોલીસનો કે કાયદાનો ડર રહ્યો જ નથી. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ મુજબ આવા આરોપીઓ સામે કડકમાં કડક તેમજ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. મહત્વનું છે કે હોળીની રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વડોદરા શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. શહેરના બિલ કેનાલ રોડ પર કાર ચાલકે રાહદારીઓને અડફેટે લીધા હતા અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી. લોકોએ કાર ચાલકનો ઘેરાવ કરીને રોષ ઠાલવ્યો હતો.
વડોદરા પછી ગોધરામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ભુરાવાવ ઓવરબ્રિજ પર કારચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. કારચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. એક્ટિવા પર સવાર ત્રણ પૈકી 1 વ્યક્તિનું ધટનાસ્થળે મોત થયું હતું. અન્ય 2 ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતો. સમગ્ર મામલે શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
