News of Tuesday, 18th March 2025
શિક્ષકોની ઘટ નિવારવા ૪૧૦૦ જગ્યાઓ પર ભરતી થશે
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણયઃકચ્છની પ્રાથમિક શાળાઓ માટે ૨૫૦૦ શિક્ષકો અને ધોરણ ૬થી ૮ માટે ૧૬૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે

ગાંધીનગર,તા.૧૮
શિક્ષકોની ઘટ નિવારવા ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારી છે.
તેમાં ધો-૧થી ૫માં ૨૫૦૦ અને ધો-૬થી ૮માં ૧૬૦૦ની ભરતી થશે. આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે. તથા રૃટિન ભરતી ઉપરાંત વધારાના ૪૧૦૦ શિક્ષક કચ્છને મળશે. તેમજ નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે.
કચ્છ જિલ્લાના શિક્ષકો માટે કચ્છની પ્રાથમિક શાળાઓ માટે ૨૫૦૦ શિક્ષકો અને ધોરણ ૬થી ૮ માટે ૧૬૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી ફક્ત કચ્છ જિલ્લા માટે છે. ભરતી કરાયેલા આ ૪૧૦૦ શિક્ષકોને ક્યારેય બદલવામાં આવશે નહીં. આ નિર્ણયથી ભવિષ્યમાં કચ્છમાં શિક્ષણમાં સુધારો થશે.
ખાસ કિસ્સાઓમાં વર્ગ ૧-૮ માટે અલગ ભરતી કરવામાં આવશે. વર્ગ ૧-૫ માટે ૨૫૦૦ બેઠકો અને વર્ગ ૬-૮ માટે ૧૬૦૦ બેઠકો ભરવામાં આવશે. કુલ ૪૧૦૦ જગ્યાઓ માટે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવશે. કચ્છના નાગરિકોની લાગણી છે. કચ્છમાં શિક્ષકો માટે આ નિર્ણય મહત્વનો છે. આ ભરતી પામનાર ૪૧૦૦ શિક્ષકોની ક્યારેય નહી થાય બદલી. ભવિષ્યમાં આ નિર્ણયથી કચ્છનું શિક્ષણ સુધરશે
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
