તા. ૧૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 18th March 2025
માં કામલ ફાઉન્ડેશન સામે ફેર તપાસની અરજી નામદાર રાજપીપળલા સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: છેલ્લા 20 વર્ષથી આદીવાસી વિસ્તારની હજારો દીકરીઓને પગભર બનાવવાનો સેવાયજ્ઞ કરતી સંસ્થા માં કામલ ફાઉન્ડેશન બોગસ હોવાના તથા કથિત આક્ષેપો ખોટા અને રાજકારણથી પ્રેરિત હતા. પોલીસ પણ રાજકીય દબાણમાં આવીને પોતાનું કામ કરતી હોય છે, જેનું ઉદાહરણ સંસ્થાના સંચાલકની ખોટી રીતે કરવામાં આવેલ અટક હતી, પરંતુ સદભાગ્યે ન્યાયતંત્ર કોઈ ના દબાણમાં આવતું નથી. નામદાર રાજપીપલા કોર્ટ દ્વારા જે તે વખતે તરત જામીન અપાયા બાદ, પોલીસ દ્વારા જામીન અરજી રદ કરવા અપીલ કરવામાં આવી, તેમાં સફળતા મળે તેવું ના જણાતા ફેર તપાસ માટે અરજી કરવામાં આવેલ હતી જે અરજી પણ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. એડવોકેટ અશ્વિનભાઈ રોહિત દ્વારા સમગ્ર કેસમાં સંસ્થાનો પક્ષ રાખીને જરૂરી આધાર પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેમ માં કામલ ના ડાયરેક્ટર ડો. અનીલકેસર અને એડવોકેટ અશ્વિન રોહિતે જણાવ્યું હતું.
આ બાબતે માં કામલ ના ડાયરેક્ટર ડો. અનીલકેસર એ જણાવ્યું કે આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધારે નુકશાન એવી દીકરીઓને થયું જેઓએ સાચી હકીકત સમજ્યા વગર ફક્ત અફવાઓથી પ્રેરાઈને પોતાનો ચાલુ અભ્યાસ છોડી દીધો. આ દીકરીઓનું ભવિષ્ય બગાડનાર આખરે કોણ?
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
