News of Tuesday, 18th March 2025
નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં નાંદોદના ધારાસભ્યએ પૂછ્યા વેધક પ્રશ્ન: 25 કરોડના ખર્ચે બનેલો કરજણ નદીનો પુલ વારંવાર કેમ તૂટે છે ?

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નાંદોદ ધારાસભ્યએ તેમના મતવિસ્તારના પ્રશ્નો રજુ કરી વિભાગીય અધિકારીઓમાં સોપો પાડી દીધો હતો
પ્રાપ્ત માહિતી મુજબ કલેકટર સંજય મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમીતીની બેઠકમાં ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે રાજપીપલા કરજણ નદી પર નો 25 કરોડના ખર્ચે બનેલો પુલ વારંવાર કેમ ક્ષતિગ્રસ્ત થાય છે ? તેવો પ્રશ્ન પૂછ્યો હતો, આ ઉપરાંત ધારાસભ્ય ર્ડો .દર્શના દેશમુખે આંગણવાડીઓના પ્રશ્ન ઉપરાંત જિલ્લામાં ચાલતી નર્સિંગ કોલેજોની માન્યતા અંગેનો પ્રશ્ન ઉઠાવ્યા જયારે જિલ્લામાં સરકારી પડતર અને ગૌચર જમીનો પરના ગેરકાયદેસર દબાણો નો પ્રશ્ન પુછતા સંબંધિત વિભાગીય અધિકારીઓમાં સોપો પડી જવા પામ્યો હતો.
આમ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ હંમેશા સત્યની સાથે રહી ભ્રષ્ટ અધિકારી કે અન્ય ગેરરીતિ થતી હોય તે માટે હંમેશા આગળ આવી જનતાને ન્યાય મળે તે દિશામાં કામ કરતા જોવા મળ્યા છે માટેજ તેઓ લોકલાડીલા ધારાસભ્ય માં ગણાય છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
