News of Tuesday, 18th March 2025
નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં દિવ્યજ્યોતિ કળશ રથ ફરતા દર્શનાર્થે ભક્તો ભીડ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર, શાંતિકુંજ હરીદ્વારથી હિમાલયની દિવ્ય જ્યોતિ કે જે 99 વર્ષથી અખંડ પ્રજ્વલિત છે, એ દિવ્યજ્યોતિ કળશ રથ 14 જિલ્લામાં ભ્રમણ કરી આપણા નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં હાલ ફરી રહ્યો છે જેના દર્શન, પૂજન અને આશીર્વાદ હેતુ ગામે ગામે ભક્ત લોકો ઉમટી પડ્યા છે. આ દિવ્યજ્યોતિ કળશનો હેતુ લોકોમાં દિવ્ય ગુણોની વૃદ્ધિ અને સંચાર થઈ દેવત્વનો ઉદય થાય સાથે સાથે લોકોને માં ભગવતી માતાના 100 માં જન્મશતાબ્દી ઉજવણી કે જે 2026 માં થનારા છે એનું આમંત્રણ આપી રહ્યા છે જે આપણા જીલ્લા માટે સૌભાગ્ય ની વાત છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
