News of Tuesday, 18th March 2025
રાજપીપળા સિવિલમાં ડાયેરિયાના દર્દીના મોત માટે હાજર સ્ટાફ જવાબદાર હોવાનો સગાંના આક્ષેપ
મરનાર યુવતીએ રોઝો રાખ્યો હતો અને ડાયરિયા થતા સિવિલ સ્ટાફની આડોડાઈમાં સારવારમાં મોડું થયું:એક યુવતીને ડાયેરિયા થતા સિવિલમાં લઈ ગયા પરંતુ કપડામાં ઝાડા થયા હોવાથી કપડા બદલાવો તો સારવાર કરીએ તેમ જણાવી સ્ટાફે અડધો કલાક સારવાર નહી કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાની વડી ગણાતી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સુવિધામાં જરૂર વધારો થયો છે પરંતુ કેટલોક સ્ટાફ પોતાની મનમાની અને જોહુકમી કરતો હોવાથી અહીંયા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સોમવારે સાંજે એક યુવતી મોતને ભેટી તે માટે હોસ્પિટલ સ્ટાફ જવાબદાર હોવાનું મૃતક યુવતીના સગાઓ નું કહેવું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે સાંજે રાજપીપળાના આરબ ટેકરા નવી નગરી વિસ્તાર માં રહેતી યુવતી સાઈન અલ્લારખાઇ સીદી (ઉ.વ.30)ને અચાનક ડાયેરિયા (ઝાડા, ઊલટી) થતા તેને ખાનગી દવાખાનામાં સારવાર લીધા બાદ તબિયત લથડતા રાજપીપળા સિવિલમાં લઈ જવાઈ ત્યાં ફરજ ઉપરના સ્ટાફ યુવતીના સગાને કહ્યું કે કપડામાં ઝાડા થયા છે માટે પહેલા કપડા બદલાવો ત્યારબાદ સારવાર કરીશું. જોકે યુવતીના પરિવારજનો યુવતીની હાલત જોઈ ગભરાઈ ગયા હતા અને રસ્તા માં પણ તેને ઝાડા ઊલટી થતા હતા જેથી તેને તાબડતોબ સિવિલમાં લવાઈ હતી ત્યાં સિવિલ સ્ટાફ કપડા બદલાવવાની વાત કરતા યુવતી ના સબંધીઓ એ કહ્યું કે સારવાર તો ચાલુ કરો અમે ઘરે જઈ તેના કપડા લઈ આવીએ છીએ પરંતુ આડોડાઈ કરતા સ્ટાફ સારવાર કરવાની સ્પષ્ટ ના કહી અને લગભગ અડધો કલાક વીતી ગયો ત્યારબાદ ઉપરી અધિકારી ડો. હરેશ કોઠારી સાથે વાત કરતા સારવાર શરૂ થઈ પરંતુ સારવાર દરમિયાન આ યુવતી નું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.મરનાર યુવતી રોઝા રાખતી હતી અને ઘટના ના દિવસે પણ એણે રોઝો જ રાખ્યો હતો.આમ સિવિલ સ્ટાફની આડોડાઈ માં રોઝદાર યુવતી નો ભોગ લેવાયો.
મૃતક યુવતીના ભાઈ ઇમરાન અલ્લારખા સીદીના જણાવ્યા મુજબ સિવિલમાં મારા બહેનને સાંજે લગભગ સાતેક વાગે લઈ ગયા પરંતુ ત્યાં હાજર સ્ટાફ એ કપડા બદલાવો ત્યારબાદ સારવાર થશે તેવી જીદ પકડતા આમાં અડધા પોણા કલાક જેવો સમય વીતી ગયો પછી સારવાર શરૂ કરી આમ સમય બગડતા મારી બહેન નો જીવ ગયો છે
દર્દીની ટ્રીટમેન્ટ બાબતે ફોન આવ્યો હતો મેં તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી. જોકે એ યુવતીનું મોત થયું છે મને ખબર નથી પણ આ બાબતે તપાસ કરાવું છું.## ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન(ડો.હરીશ કોઠારી, રાજપીપળા સિવિલ)
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
