<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 215 કર્મચારીઓની સાગમટે બદલીના હુકમ : જાણો કોને ક્યા અપાયું પોસ્ટિંગ : જૂઓ સંપુર્ણ યાદી

સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 200થી વધુ પોલીસ કર્મીને બદલીના આદેશ આપ્યા

સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 200થી વધુ કર્મીને બદલીના આદેશ આપ્યા છે. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે તો કેટલાક કર્મીને જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.

  જે કર્મચારીઓ પાસે ગુન્હા/ અરજી/ જા.જોગ/એ.ડી. કે કોઇપણ પ્રકારની તપાસ ચાલુ હોય તો તે તપાસની ચાર્જલીસ્ટ બનાવી અન્ય જવાબદાર કર્મચારીને સોંપવાની કાર્યવાહી થાણા અધિકારીએ પુર્ણ કરાવી સમયમર્યાદામાં છુટા કરવાનાની પણ સૂચના આપવામાં આવી છે. સાથો સાથ જે કર્મચારીઓની નિમણુંક હુકમમાં પી.સી.આર. ડ્રાયવર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની ફરજ ફરીજીયાત પી.સી.આર. વાહન પર જ લેવાની રહેશ. તેમજ જે પોલીસ કર્મચારીઓ જુની જગ્યાએ પોલીસ લાઇનમાં પોલીસ કવાટર ધારણ કરતા હોય તેમને નવા શૈક્ષણીક સત્ર શરૂથાય ત્યાં સુધી ( તા.30/06/2025) કવાર્ટર ચાલુ રાખવા મંજુરી આપવામાં આવે છે. જેથી તે સબબ કોઇ અલગ થી પત્રવ્યવહાર કરવાનો રહેશે નહી અને તા.30/06/2025 બાદ કવાટર ચાલુ રાખી શકાશે નહી.

(11:00 PM IST)