<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

મહેસાણામાં દીકરાને વિદેશ મોકલવાનો મોહ પિતાને ભારે પડ્યો :વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી પિતાએ એસિડ ગટગટાવ્યું

કૌશિક પંચોલી નામના વ્યક્તિએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું. મૃતકે ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ પાસેથી વ્યાજે પૈસા લઇને દિકરાને વિદેશ મોકલ્યો હતો.

મહેસાણામાં દીકરાને વિદેશ મોકલવાનો મોહ પિતાને ભારે પડ્યો, વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી થતાં કૌશિક પંચોલી નામના વ્યક્તિએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું. મૃતકે ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ પાસેથી વ્યાજે પૈસા લઇને દિકરાને વિદેશ મોકલ્યો હતો.

  મૃતક કૌશીક પંચોલી વ્યાજે લીધેલા પૈસા ચૂકવી ન શકતા ત્રણેય શખ્સોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી, અને બાદમાં છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી.. જે બાદ કૌશીક પંચોલીએ એસિડ પી લીધું હતું. અને સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું.

  આ સમગ્ર મામલે પોલીસે આત્મહત્યા મામલે દુષ્પ્રેરણાની ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.સંતાનને વિદેશ મોકલવાના મોહમાં ચૂકવવાની ક્ષમતા કરતા અનેકગણું વધારે દેવું કરી બેસતા દરેક મા-બાપ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

(11:05 PM IST)