News of Wednesday, 19th March 2025
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં બમ્પર ભરતી : જાણો કેવી રીતે કરવી અરજી
આસિસ્ટન્ટ કંપની સેક્રેટરીની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ સહિતની જાણો મહત્વની માહિતી

અમદાવાદ : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ મદદનીશ કંપની સેક્રેટરીની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. GMRCએ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરતી ભરતી સૂચના બહાર પાડી છે. તો જો તમે અમદાવાદમાં રહો છો અને અહીં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના આસિસ્ટન્ટ કંપની સેક્રેટરીની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આપવામાં આવી છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટેની અગત્યની માહિતી
સંસ્થા - ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) હોદ્દો - મદદનીશ કંપની સેક્રેટરી.ખાલી જગ્યાઓ - 1.વય મર્યાદા - 28 વર્ષ.એપ્લિકેશન મોડ - ઓનલાઇન.અરજી કરવાની છેલ્લી તારીખ - 25-3-2025.ક્યાં અરજી કરવી - https://www.gujaratmetrorail.com/
શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?
કંપની સેક્રેટરી (CS)ની ડિગ્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI)માંથી મેળવવી આવશ્યક છે.સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી LLB/LLM ડિગ્રી હોવી આવશ્યક છે.ઉમેદવારને સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ
પસંદ કરાયેલા ઉમેદવારો અન્ય ભથ્થાઓ સાથે રૂ. 35,000-1,10,000ના પગાર માટે પાત્ર હશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી માટેની અરજી પ્રક્રિયા
જરાત મેટ્રોની સત્તાવાર વેબસાઇટ www.gujaratmetrorail.com પર જાવ.અહીં કારકિર્દી વિકલ્પ પર ક્લિક કરો.વિવિધ જગ્યાઓની ભરતી સંબંધિત માહિતી ઉપલબ્ધ થશે.તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની બાજુમાં ‘Apply Now’ પર ક્લિક કરો.બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.એપ્લિકેશનની અંતિમ રજૂઆત પછી, તેની પ્રિન્ટ આઉટ લો.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
