<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

વડોદરા :દેવ નદીના કોજવે પર મોડી રાતે મહાકાય મગર રોડ પર દેખાયો :મોબાઇલ કેમેરામાં કેદ થયો

નદીના કોજવે પર મહાકાય મગરની લટાર થી વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં મગર અને માનવ વસ્તી નજીક નજીક વસવાટ કરે છે અને ચોમાસાની ઋતુમાં મગર વિશ્વામિત્રી નદી તથા આસપાસના જળાશયો માંથી રાજમાર્ગો પર અવારનવાર લટાર મારતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે આજે મોડી રાત્રે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે પાસે દેવ નદીના કોજવે પર મહાકાય મગરની લટાર થી વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામ પાસે આવે આવેલ દેવ નદીના કોજવે પર મોડી રાતે એક મહાકાય મગર લટાર મારવા આવી ચડ્યો હતો દરમિયાન કોઝવે પર થી પરિવાર સાથે કારમાં પસાર થઇ રહેલ કારચાલકે ખુંખાર મગરને જોતા કાર રોકી ઉભા થઇ ગયા હતા અને કાર માંથી પોતાના મોબાઇલ કેમેરાથી મહાકાય મગરની લટાર પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી જે વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે

આ વાયરલ વિડીયોમાં એક મહાકાય મગર બિન્દાસ કોઝવે પર નાઈટ વૉકિંગ કરી કોઝવે પર થી નદીમાં પરત જતો નજરે પડી રહ્યો છે દેવ નદીમાં મગર વસવાટ કરે છે અગાઉ પણ મઢેલી ફ્લોડ રોડ પર વહેલી સવારે એક મગર લટાર મારતો નજરે પડ્યો હતો

(12:29 AM IST)