<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

વડોદરાના હિટ એન્ડ રન કેસમાં આરોપી રક્ષિતનો ડ્રગ્સ રિપોર્ટ વહેલીતકે આપવા ફોરેન્સિકને તાકીદ

પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે ડેનિશ ફિલ્મના પ્રભાવ હેઠળ રક્ષિતે ‘અનધર રાઉન્ડ’ની બૂમો પાડી હ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી રક્ષિતનો ડ્રગ્સ રિપોર્ટ વહેલી તકે મળે તે માટે ફોરેન્સિક વિભાગને સૂચના અપાઈ છે. અકસ્માત સમયે કારની સ્પીડ જાણવા વાહન ઉત્પાદક કંપનીને માહિતી માટે અરજી કરાઈ છે.

  પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે ડેનિશ ફિલ્મના પ્રભાવ હેઠળ રક્ષિતે ‘અનધર રાઉન્ડ’ની બૂમો પાડી હતી. રક્ષિતના ફ્લેટમાં તપાસ કરવા માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવી. હાલ, આરોપીને એક દિવસ માટે જેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.

(12:38 AM IST)