<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

મંત્રી મુકેશ પટેલે કહ્યું- ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું

સુરતમાં પ્રધાન મુકેશ પટેલે જાહેર મંચ પરથી ખેડૂતો માટે ચોકાવનારુ નિવેદન કર્યું

સુરતમાં ગુજરાત સરકારના પ્રધાન મુકેશ પટેલે જાહેર મંચ પરથી ખેડૂતો માટે ચોકાવનારુ નિવેદન કર્યું છે.  મુકેશ પટેલે કહ્યું કે, એક કિલો ડાંગરના પાક પાછળ 40,00 લિટર પાણી વપરાય છે. આવનાર સમયમાં ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગરનો પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું. પાણી બચાવવા આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગરનો પાક દક્ષિણ ગજરાતમા જ થાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

પાણીની દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાત સૌથી સુખી અને સંપન્ન પ્રદેશ છે. સિંચાઈ વિભાગને કહી પૂરતું પાણી પૂરું પાડવાને બદલે પાક બંધ કરાવાઇ રહ્યો છે. સુરતમાં પાણી માટે ખેડૂતોની બુમ પડી છે. હજુ તો ઉનાળુ સિઝન શરૂ પણ નથી થઈ ત્યાં શરૂઆતમાં જ પાણીનું રોટેશન ખોરવાયું ગયું હોવાનું મુકેશ પટેલે કહ્યું હતું. કાકરાપાર, જમણાકાંઠા, માયનોર નહેરથી પાણી નહીં મળતાં નહેર ખાલી ખમ્મ થઈ છે. ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂર પડે છે. આથી આવો નિર્ણય લેવો પડશે

(12:49 AM IST)