News of Wednesday, 19th March 2025
મહીસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી પાસેથી લાંચ લેનાર ઝડપાયો
રૂ 20,000 લેતા સરપંચ પિતા અને એક વચેટિયાને, મહીસાગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા

મહીસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી પાસેથી લાંચ લેનાર ઝડપાયો છે. રૂ 20,000 લેતા સરપંચ પિતા અને એક વચેટિયાને, મહીસાગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. કડાણા તાલુકાના દધાલીયા ગ્રામ પંચાયતના સરપંચના પિતા વહીવટ કરતા અને તેમના વતીથી નાણાં લેનાર બન્ને આરોપી પકડાયા છે
પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ તેમજ બીજા હપ્તાના ટકાવારીના કુલ 22,500 લાંચ પેટે માંગ્યા હતા. જેમાં વચેટીયા દ્વારા મલેકપુર ચોકડી પર 20,000 સ્વીકારવામાં આવ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
