<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

અમદાવાદમાં બેફામ થાર કાર હંકારનાર ક્રિશ સરાઇની ધરપકડ :પોલીસ કર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો :કેટલાક વાહન ચાલકોને અડફેટે લીધા હતા

અમદાવાદમાં કાર માલિક કિશોર પ્રજાપતિએ કાર રેન્ટ કરાર થકી શુભમ ગુપ્તાને આપી : ચાલક ક્રિશ સરાઈએ દિલ્લી દરવાજા પાસે લોકોને અડફેટે લીધા

અમદાવાદમાં બેફામ રીતે કાર ચલાવનાર આરોપીની અટકાયત કરાઈ છે. કાર ચાલક ક્રિશ સરાઈની સામે L ટ્રાફિક પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. BNS તેમજ M.V.એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. દિલ્લી દરવાજા પાસે નબીરાએ લોકોને અડફેટે લીધા હતા 

  કાર માલિક કિશોર પ્રજાપતિએ કાર રેન્ટ કરાર થકી શુભમ ગુપ્તાને આપી હતી ત્યારે કાર ચાલક ક્રિશ સરાઈએ દિલ્લી દરવાજા પાસે લોકોને અડફેટે લીધા હતા. પોલીસકર્મીએ રોકવાનો પ્રયાસ કરતા નબીરો ન રોકાયો હતો. થારથી લોકોને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. વીજળી ઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી હતી. સિગ્નલ તોડ્યા પછી રોકવાનો પ્રયાસ કર્યો છતાં નબીરો ન રોકાયો હતો.

ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે

(1:13 AM IST)