તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 19th March 2025
એસટી વિભાગમાં કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર: જાણો કટ ઓફ માર્ક્સનું લિસ્ટ
અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોને બોલાવવાની યાદી બહાર પાડવામાં આવી

અમદાવાદ :કંડકટર કક્ષાની ઓ એમ આર આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. સાથો સાથ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોને બોલાવમાં પણ આવ્યા છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમની જાહેરાત ક્રમાંક: GSRTC/202324/32 કંડકટર કક્ષાની તા.29 ડિસેમ્બર 2024ના રોજ લેવામાં આવી હતી. જેમાં O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ, અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોને બોલાવવાની યાદી બહાર પાડવામાં આવી છે.
ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર આજે એટલે કે, તારીખ 19 માર્ચ 205ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર મુકવામાં આવ્યો છે. દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી કોલલેટર ડાઉનલોડ કરવાના રહેશે જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી
સરકારની જોગવાઈ અનુસાર અનુસુચિત જાતિ (SC), અનુસુચિત જનજાતિ (ST) તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોને નિમણુંક આપતા પુર્વે સરકારની સંલગ્ન કચેરીઓ મારફત તેઓના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ / ચકાસણી કરાવવાની હોવાથી આવા તમામ ઉમેદવારોએ તેઓની દસ્તાવેજ ચકાસણીની તારીખે/સમયે/સ્થળે તેઓની જાતિના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે. જાતિના ઉમેદવારોને રજુ કરવાના દસ્તાવજોનું ચેક લીસ્ટ તારીખ 19 માર્ચ 2025ના રોજ નિગમની વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે.


(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
