તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 22nd March 2025
રાજપીપળા પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી એ હેલ્મેટ પર અનોખી કવિતા લખી લોકોને મેસેજ આપ્યો
નર્મદા પોલીસમાં ઘણા પોલીસ અધિકારી અને કર્મચારી ગીત સંગીત મિમિક્રી જેવી અલગ અલગ આવડત ધરાવે છે જેમાં પીઆઈ ગઢવી કવિતાનો શોખ ધરાવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા પોલીસમાં કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અનેક પ્રકારના શોખ ધરાવે છે જેમાં કોઈ સંગીત, મિમિક્રી, વાજિંત્રો વગાડવા, ગીતો ગાવા સહિત અનેક આવડત તેમનામાં હોય છે ત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે.ગઢવી સાહેબ પોતે ૧૦ વર્ષ થી કવિતા લખવાનો શોખ ધરાવે છે, અત્યારસુધી તેમણે લગભગ ૨૨૫ જેવી કવિતાઓ લખી ચૂક્યા છે. અને હાલ હેલ્મેટ માટે આખા દેશ માં પોલીસ એલર્ટ થઈ કડક ચેકીંગ કરી રહી છે ત્યારે ટાઉન પીઆઈ ગઢવી સાહેબે હાલ હેલ્મેટ ઉપર એક સુંદર કવિતા લખી લોકો ને જાગૃત કરવા અનોખો પ્રયાસ કર્યો છે.
ગઢવી સાહેબે લખેલી કવિતા...
"હેલ્મેટ શપથ"
હું શપથ લઉં છું કે...
મારા શિરને કવચ આપી સલામત રાખીશ... ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અચૂક પહેરીશ...
મારા પરિવાર ના મોભી, વડીલોને માન આપીશ... ટુ વ્હીલર લઈ બહાર જતા એમને હેલ્મેટ અંબાવીશ...
મારા સગા, વ્હાલા સ્નેહીજનોને સમજાવીશ... ટુ વ્હીલર પર જતા તમામને હેલ્મેટ પહેરાવીશ...
મારા મોહલ્લા, શેરી, સોસાયટીને જાગૃત કરીશ... હેલ્મેટની આદત પાડીને અનુશાસન પાળીશ... હેલ્મેટ આદત પાડીને
"ખાખી"ને રોડ, રસ્તે જોઈ નહીં હું ગભરાઇશ... હેલ્મેટને હથિયાર બનાવી, જીવના જોખમને હરાવીશ...
"ખાખી" વી.કે.ગઢવી. પોલીસ ઇન્સ્પેક્ટર.
રાજપીપલા પોલીસ સ્ટેશન.
જિલ્લો-નર્મદા
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
